અમદાવાદઃ અમદાવાદ ફોટો જર્નાલિસ્ટ એસોસિયેશનની

સામાન્ય સભા(જનરલ મીટિંગ) તાજેતરમાં મળી હતી. જેમાં આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની સર્વાનુમતે નિમણૂક કરાઈ છે. જેમાં પ્રમુખ પદે કરણસિંહ પરમાર(દિવ્ય ભાસ્કર), ઉપપ્રમુખ પદે પંકજ શુકલ(નવગુજરાત સમય),સેક્રેટરી તરીકે અમિત દવે (રૉઈટર્સ),ખજાનચી તરીકે મયુર ભટ્ટ(અમદાવાદ ટાઈમ્સ)ની નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત કમિટી મેમ્બર્સમાં એન્સેલા જમીનદાર(ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા),જનક પટેલ(મુંબઈ સમાચાર),પ્રજ્ઞેશ વ્યાસ(ચિત્રલેખા),વિજય સોનેજી(ધ હિન્દુ) અને સિદ્ધરાજ સોલંકી (આઈએએનએનસ)નો સમાવેશ કરાયો છે. અમદાવાદ ફોટો જર્નાલિસ્ટ એસોસિયેશનમાં નવા હોદ્દેદારોની નિમણૂક થતા તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.