તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. અફઘાન પત્રકાર મુસા મોહમ્મદીની એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તે નોકરી ગુમાવ્યા બાદ આજીવિકા મેળવવા માટે રસ્તા પર ખાવાની ચીજ-વસ્તુઓ વેચી રહ્યો છે.પત્રકાર મુસા મોહમ્મદી કાબુલ સ્થિત અફઘાનિસ્તાનની એક પ્રખ્યાત ન્યૂઝ ચેનલમાં એન્કર હતા.પત્રકાર મુસા મોહમ્મદી સહિત ઘણા પુરૂષો અને મહિલા વ્યાવસાયિકોઓ નોકરી અને સ્વતંત્રતા ગુમાવી દીધી છે.
