AMC દ્વારા નોકરિયાત વર્ગ માટે લેવાયો આ નિર્ણય, લોકોને મોંઘવારીમાં મળશે રાહત

પહેલી એપ્રિલ-2022થી કરવેરાનો દર ઠરાવવામાં આવેલો છે. સરકારના નોટીફીકેશન પ્રમાણે અમલ કરતા 80 અને 150 લેખે વસુલવામાં આવતા પ્રોફેશન ટેકસને શૂન્ય કરાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં AMCએ રાજય સરકારના નોટીફીકેશન બાદ 80 અને 150 લેખે લેવામાં આવતા પ્રોફેશન ટેકસને શૂન્ય કરવા નિર્ણય કર્યો છે. 12 હજાર કે તેથી ઉપરનો પગાર ધરાવનારે માસિક 200 રુપિયા પ્રોફેશન ટેકસ ચુકવવો પડશે. મ્યુનિ.દ્વારા 80 અને 150 લેખે વસુલવામાં આવતો પ્રોફેશન ટેકસ શૂન્ય કરી 13 લાખથી વધુ કરદાતાઓને 17 કરોડની રાહત અપાઈ છે.
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા પ્રમાણે રાજયના નાણાં ખાતા દ્વારા 8 એપ્રિલ-2022ના રોજ બહાર પાડવામાં આવેલાં નોટીફીકેશન પ્રમાણે, જેમનું વેતન કે પગાર માસિક બાર હજાર સુધીના છે એમનો પ્રોફેશન ટેકસ શૂન્ય કરવામાં આવ્યો છે. જેમનો માસિક પગાર બાર હજાર કે તેથી વધુનો છે તેમને દર મહિને 200 રુપિયા પ્રોફેશન ટેકસ ભરવો પડશે.
મોંઘવારીમાં નોકરીયાત વર્ગને અપાઈ રાહત
પહેલી એપ્રિલ-2022થી કરવેરાનો દર ઠરાવવામાં આવેલો છે. સરકારના નોટીફીકેશન પ્રમાણે અમલ કરતા 80 અને 150 લેખે વસુલવામાં આવતા પ્રોફેશન ટેકસને શૂન્ય કરાયો છે. આ સ્લેબમાં કુલ 13,96,338 કરતદાતા અને તેની આવક 17 કરોડ થવા જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લઈ લોકોને મોંઘવારીમાં રાહત આપવામાં આવી છે.