અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલા બાદ ભારત સરકારે મોટું પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનના 100થી વધુ શીખ અને હિંદુઓને પ્રાથમિકતાના આધારે ઈ-વિઝા ઈશ્યુ કર્યા છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે 18 જૂન શનિવારે કાબુલના ગુરુદ્વારા કર્તે પરવાનમાં આતંકી હુમલો થયો હતો. જેની જવાબદારી આતંકવાદી સંગઠન ISIS ખોરસને સ્વીકારી છે.
