હૃદયને ફિટ રાખવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે તમારે રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું જોઈએ. હૃદયના દર્દીઓ માટે સુવાનો યોગ્ય સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાર્ટના દર્દી સમયસર ઊંઘ ન કરે તો મુશ્કેલી થઇ શકે છે. ખરાબ આહાર અને જીવનશૈલીના કારણે દેશમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે. ઊંઘની કમીથી હ્રદય સંબંધિત બીમારીઓ ઉપરાંત મેદસ્વીતા અને ટાઇપ-2 ડાયાબિટીસ તમને ઘેરવા લાગે છે.
