ભારતમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો અને ફરી એકવાર નવા કેસોમાં 23.4 ટકાનો ઉછાળો આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12249 નવા કેસ નોંધાયા છે. જ્યારે અગાઉ 21 જૂને જાહેર કરાયેલા આંકડા મુજબ 24 કલાકમાં 9,923 નવા કેસ નોંધાયા હતા.
