મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. EDએ સંજય રાઉતને આવતીકાલે મંગળવારે 28 જૂને હાજર થવા જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે, સંજય રાઉતને પતરા ચાલ કેસમાં મની લોન્ડરિંગ કેસની તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. આ મામલો 1034 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ સાથે જોડાયેલો છે.
