*કયા દિવસે કઇ ઓ.પી.ડી. સેવા કાર્યરત છે અવશ્ય જાણી લો*

અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રોગના નિદાન અને સારવાર માટે જતા હોવ તો નીચેની વિગતો અચૂક થી વાંચવી જોઇએ.
૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અઠવાડિયાના દિવસ પ્રમાણે કયા મેડિકલ વિભાગની કઇ ઓ.પી.ડી. સેવા કાર્યરત છે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
*૧૨૦૦ બેડ “ઓ – બ્લોક ગ્રાઉન્ડ ફ્લોર” ઉપર નીચે મુજબની ઓ.પી.ડી. કાર્યરત છે.*
૧. પીડીયાટ્રીક ( સોમવાર થી શનિવાર)
૨. ગાયનેકોલોજી (સોમવાર થી શનિવાર)
*૧૨૦૦ બેડ “ઓ – બ્લોક પહેલા માળે” નીચે મુજબ ની ઓપીડી કાર્યરત છે*….
૧. પીડીયાટ્રીક સર્જરી ( મંગળવાર અને શુક્રવાર)
૨. યુરોલોજી( બુધવાર અને શનિવાર)
૩. ગેસ્ટ્રોસર્જરી (સોમવાર અને ગુરૂવાર)
૪. ન્યુરોસર્જરી (મંગળવાર અને શુક્રવાર)
૫. ન્યુરો મેડિસિન (મંગળવાર અને શુક્રવાર)
૬. ગેસ્ટ્રો મેડિસિન (સોમવાર, મંગળવાર અને ગુરૂવાર)
૭. કાર્ડીઓ થોરાસીક સર્જરી (બુધવાર અને શનિવાર)
૮. રૂમેટોલોજી (બુધવાર)
૯. એન્ડોક્રાઇનોલોજી (ગુરૂવાર)
૧૦. નેફ્રોલોજી (મંગળવાર)