મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આજે ગૃહની બહાર હોબાળો થયો હતો. એનસીપીના ધારાસભ્ય અને શિંદે જૂથના ધારાસભ્ય સામસામે આવી ગયા હતા. બંને જૂથના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ધારાસભ્યોએ શિંદે સરકાર વિરુદ્ધ 50 ખોકે, બિલકુલ ઓકે ના નારા લગાવ્યા હતા.
