https://youtu.be/VozdnVD33mw
સહર્ષ જણાવવાનું કે આજ રોજ તારીખ ૨૨/૮/૨૦૨૨.

ને સોમવારે સાંજે શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ ની ઓફીસ માં થયાં હતાં.પૂર્વ સૂચના અનુસાર સૌ બહેનો એ ગુલાબી રંગ નાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં.

આજ રોજ જન્માષ્ટમી પછી નો સોમવાર હતો અને શ્રાવણ મહિના નો છેલ્લો

સોમવાર હતો એટલે બધી બહેનો બહું જ ખુશ હતી.

આજે શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાન નાં ભજનો ગાયા હતાં. ઘણી બહેનો રાજી રાજી થઈ ને ગરબા પણ ગાતી હતી વાતાવરણ પુલકિત થઈ ગયું હતું.

આજે પ્રસાદી ધરાવનાર બહેનો નાં નામ આ પ્રમાણે છે:-

વર્ષા બેન ડી ભટ્ટ, દક્ષાબેન જોષી, કલ્પના બેન રાવલ, નલિની બેન પંડ્યા,હર્ષિદા બેન ભટ્ટ, ભવાની બેન જાની, રાજુલ બેન ત્રિવેદી, કિરણ બેન જોષી, હંસાબેન ભટ્ટ.

પ્રમુખ કલ્પના બેન દવે એ સૌને

જણાવ્યું હતું કે

આ શ્રાવણ મહિના નાં સોમવારે બહેનો તરફથી આવેલા

પૈસા શ્રાવણી અમાસ ને દિવસે

ગૌશાળા માં પધરાવવામાં આવશે. ઘણી બહેનો એ સ્વૈચ્છિક રીતે પોત પોતાની રીતે

ગૌશાળા માટે ગાયમાતા માટે રકમ જમા કરાવી હતી.

આરતી સમયે સૌ બહેનો ને હાથ માં દિવા માં

દિવેટ આપવામાં આવી હતી.

થોડી વાર માટે

લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. બધી બહેનો નાં હાથ માં દિવડા બહું જ સુંદર લાગતાં હતાં. આ દશ્ય ઘણું જ વિરલ લાગતું હતું.

આખા વર્ષ દરમિયાન દર મહિના નાં પહેલાં ગુરુવારે ભજનો થાય છે.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

૨૨/૮/૨૦૨૨.