એચ. એ. કોલેજમાં કલાઈમેટ ચેન્જ
વિશે વક્તવ્ય યોજાઈ ગયુ
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનીટના વિદ્યાર્થીઓ માટે કલાઈમેટ ચેન્જ વીશે વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે છેલ્લા ઘણા વર્ષોથી વાતાવરણમાં ફેરફારો જોવા મળે છે. વધારે પડતા વાહનોનો ઉપયોગ, એર કન્ડીશનનો વપરાશ, પેસ્ટીસાઈડનો ઉપયોગ, રેફ્રીજરેટરમાંથી બહાર નીકળતો ગેસ તથા પ્લાસ્ટીકના વપરાશથી શુધ્ધ ઓક્સીજનનું પ્રમાણ ઓછુ થતુ જાય છે તથા વાતાવરણમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતુ જાય છે. જેનાથી લોકો અનેક રોગોનો શીકાર બને છે. વ્રુક્ષોનું છેદન તથા ફેક્ટરીમાંઓથી નીકળતા ભયાનક ગેસથી પણ વાતાવરણ પ્રદુષીત થાય છે. આથી આપણે સૌએ ભૌતીક સાધનોનો ઉપયોગ ઘટાડી, વ્રુક્ષોનું વાવેતર વધારી તથા પેસ્ટીસાઈડનો ઉપયોગ બંધ કરીશુ તોજ આવતી ભવીષ્યની પેઢીને તંદુરસ્ત વાતાવરણ આપી શકીશુ. કોલેજમાં છેલ્લા ઘણા દિવસોથી કલાઈમેટ ચેન્જ સંદર્ભના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.
