અધિકારીઓ સાથે કેટલાક સાંઠગાંઠ કરતા નેતાઓ સામે સાંસદ મનસુખ વસાવાની લાલ આંખ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે કેટલાક નેતાઓ સાંઠ ગાંઠનો આરોપ
આવા નેતાઓને ખુલ્લા પાડવાની ચીમકી
ભાજપના કાર્યકરોનેપણ ફટકાર
જણાવ્યું : માત્ર હા..હા..હી..હી કરવાથી પક્ષ નહિ ચાલે. કામગીરી પણ કરવી પડશે
સાંસદના મામલતદારો-તલાટીઓ સહિત અધિકારીઓ સામે પણ કર્યા આક્ષેપો
નમો ખેડુત પંચાયત યોજાયેલા કાર્યક્રમમાં સાંસદના આકરા પ્રહારો
રાજપીપળા, તા 20
નર્મદા જિલ્લામાં ઘણાં લોકો એવા છે જે બિલ્ડર લોબી સાથે મળીને જમીનની દલાલી કરે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે કેટલાક નેતાઓની સાંઠ ગાંઠ ચાલી રહી છે.જેમાં મામલતદારો -તલાટીઓ સહિત અધિકારીઓ પણ સંડોવાયા છે. જેવા ગંભીર આક્ષેપો કરી સાંસદ મનસુખ વસાવાએ ભાજપના કાર્યકરોને એક જાહેર કાર્યક્રમમમાં પણ ફટકાર આપતાં
જણાવ્યું હતું કે માત્ર હા..હા..હી..હી કરવાથી પક્ષ નહિ ચાલે. કામગીરી પણ કરવી પડશે
રાજપીપળા ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા ભાજપ કિસાન મોર્ચા આયોજિત “નમો ખેડુત પંચાયત” કાર્યક્રમ યોજાયો હતો. આ જાહેર કાર્યક્રમમાં મનસુખ વસાવાએ ભાજપના કાર્યકરોને ટકોર કરતા જણાવ્યું હતું કે માત્ર હા..હા..હી..હી કરવાથી પક્ષ નહિ ચાલે. કામગીરી પણ કરવી પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે કેટલાક નેતાઓ સાંઠ ગાંઠ કરે છે, એવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે, કોઈ પણ સંજોગોમાં સાંખી નહિ લેવાય એમ કહી તેમણે આકરા પ્રહારો કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમા આદિવાસીઓની જમીનો પડાવી લેવા નેતાઓ અઘિકારીઓ સાથે કારસો રચતાં હોવાનો સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો.
મનસુખ વસાવાએવધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને આપણે કોઈ પણ રીતે મદદ કરવાની છે. પણ આપણા વિસ્તારમાં ઘણાં લોકો એવા છે જે બિલ્ડર લોબી સાથે મળીને જમીનની દલાલી કરે છે. જેમાં તલાટી-મામલતદારથી લઈને ગાંધીનગર સુધીની મોટી લિંક કામ કરે છે. કોંગ્રેસનાં લોકો ભેગુ કરવામાં જ ઘરે ગયા જો આપણા લોકો ભેગુ કરવામાં રહ્યા તો પ્રજા ઘરે મોકલી દેશે. સરકાર ખેડૂતોની જમીન લે એનું વળતર પહોંચાડવાની જવાબદારી આપણી છે. નરેન્દ્રભાઈનું નામ હોય તો પારદર્શક વહિવટ હોવો જોઈએ
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ જેમણે જમીનો ગુમાવી એમને જો યોગ્ય વળતર ન મળતું હોય તો આપણે બોલવું જ પડે. નર્મદા જિલ્લામાં બિલ્ડર લોબીએ અધિકારીઓ સાથે મળી 73(AA)નો ભંગ કરી નિયમો નેવે મૂકી જમીનો રાખી છે. મોટા મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે. હું વિકાસમાં માનું છું પણ નિયમોનું પણ પાલન થવું જોઈએ. જો નિયમોનું પાલન નહિ થાય તો ખેડૂત મટી જશે, એમને મજૂરી પણ નહિ મળે. દહેજ વિસ્તારમાં મોટા મોટા ઉદ્યોગોમાં જેની જમીનો ગઈ છે, એમને અત્યારે મજૂરી પણ મળતી નથી.
સાંસદ મનસુખવસાવાએ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ સામે પણ પ્રહારો કર્યાહતા.તેમણે જણાવ્યું હતું કે નર્મદાના હીરાપરા ગામ જેવા કેટલાય ગામ આખાને આખા વેચાઈ ગયા છે. આ તો મને જેટલા ગામોની ખબર પડી એટલે કામગીરી મેં અટકાવી દીધી. અહીંયા તો ઇકોસેન્સેટિવના નામે ત્રીજી પાર્ટીના નામો ચઢી ગયા તો આ બાબતે આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? મેં આ બાબતેપહેલા પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છે. આપણા નેતાઓ આ બિલ્ડરો સાથે મળી ખેડૂતોનું અહિત કરે છે. આવા લોકોને આગામી દિવસોમાં તેમને ખુલ્લા પાડીશું. જો કે સાંસદ મનસુખ વસાવાએ કેજરીવાલ અને કોંગ્રેસને કટાક્ષ કરી મફત આપવાની વાતો કરી મતો માટે આવું બોલે, વાયદાઓ કરે પણ તેમની સરકાર આવે નહીં અને કોઈ મફત મળવાનું નથી એટલે ગુજરાતની પ્રજા બધું જાણેજ છેએમ જણાવ્યું હતું.
નમો ખેડુત પંચાયત યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, મહામંત્રી વિક્રમ તડવી, ભાજપ કિસાન મોરચા પ્રમુખ નિકુંજ પટેલ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા