*🌹અગત્યનીજાહેરાત🌹*

*શ્રી ગુજરાતી બ્રહ્મસમાજ હૈદરાબાદ સિકંદરાબાદની ઓફિસમાં રવિવાર તા. ૨૨-૨-૨૨ના રોજ એક અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલી. જેમાં અધ્યક્ષ શ્રી તરુણભાઈ મહેતાએ પૂર્વ પ્રમુખશ્રીઓ અને સમાજના અગ્રણીઓ સાથે રૂબરૂ અને ફોન દ્વારા વિચાર વિમર્શ કરી આગામી બે વર્ષ માટે પોતાની નવી કાર્યકારિણી સમિતિમાં શ્રી ગાયત્રી મહિલા મંડળના બાહોશ મહીલા કાર્યકરોને સ્થાન આપી સભ્યોના નામ જાહેર કરેલા.*
*અધ્યક્ષ:- શ્રી તરુણભાઈ મહેતા.*
*ચેરમેન:- વડીલ શ્રી વૈકુંઠભાઈ જાની.*
*વાઈસ ચેરમેન:- વડીલ શ્રી રમેશભાઈ પંડ્યા.*
*ઉપાધ્યક્ષ:-શ્રી જીતેશભાઈ જાની.*
*માનદ મંત્રી:- શ્રી હરીશભાઈ દવે.*
*સહમંત્રી:- શ્રી અજયભાઈ રાજ્યગુરુ.*
*ખજાનચી:- શ્રી અજયભાઈ ઓઝા.*
*સહ ખજાનચી:- વકીલ શ્રી શૈલેષભાઈ ત્રિવેદી.*
*કારોબારી સભ્યો:-*
*શ્રી મયુરભાઈ પુરોહિત.* *શ્રી હેમલભાઈ જોષી.*
*શ્રીમતી કલ્પનાબેન દવે.*
*શ્રીમતી સાધનાબેન બંગારુ.*
*શ્રીમતી ક્રિષ્નાબેન જોશી.*
*શ્રીમતી ફાલ્ગુનીબેન ભટ્ટ.*
*શ્રીમતી ભાવનાબેન પુરોહિત*
*બ્રહ્મ સમાજની પ્રગતિ અને ઉન્નતિ માટે ભવિષ્યમા યોજાનાર કાર્યક્રમો માટે એક સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવેલી. ગુજરાતી સેવા મંડળના શ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટ બ્રહ્મસમાજના પીઢ આગેવાન અને પૂર્વ પ્રમુખો શ્રી બાલકિશન ભાઈ ત્રિવેદી અને શ્રી બીપીનભાઈ દવેને સલાહકાર તરીકે માર્ગદર્શન આપવા અધ્યક્ષશ્રી તરુણભાઈએ વિનંતિ કરેલ ઉપરોક્ત ત્રણેય સમાજ સેવકોએ તન મન અને ધનથી સાથ સહકાર આપવા ખાત્રી આપી પ્રોત્સાહિત કરેલ છે*.
*આ ઉપરાંત આગામી બળેવ પ્રસંગ, વિદ્યાર્થી પુરસ્કાર, વિશેષ સિધ્ધિ પુરસ્કાર, સમૂહ જનોઈ (યજ્ઞોપવિત), સમાજની ખાલી પડેલ ઓફિસ ભાડે આપવા, ઓફિસ મરામત કરવા, ફર્નિચર બદલવા, હિસાબી કામકાજ સરળતા માટે ઓનલાઈન વિનિમય કરવા વિગેરે બાબતે વિચાર વિમર્શ કરી અગત્યના નિર્ણયો લેવામાં આવેલ. અમુક મુદ્દાઓના નિર્ણયો કારોબારી સમિતિ ના લઇ શકે પરંતુ સાધારણ સભામાં રજૂ કરવાં જરૂરી હોય તેવા મુદ્દાના નિર્ણય માટે સાધારણ સભા (એ.જી.એમ) બોલાવવા નકકી કરવામાં આવેલ.*
*હરિશ દવે*
*માનદ-સચિવ*
*૯૮૪૯૧૭૨૯૮૧*