નર્મદા ના એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ

કોંફ્રેન્સને દીપ પ્રાગટ્ય કરી કેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રી ડો.મહેન્દ્ર્નાથ પાંડે એ ખુલ્લી મુકી,
રાજપીપળા, તા 7
નર્મદા ના એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકા
ર દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ આ કોંફ્રેન્સને દીપ પ્રાગટ્ય કરી કેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રી ડો.મહેન્દ્ર્નાથ પાંડે એ ખુલ્લી મુકી,આ કોન્ફ્રેંસ માં મંત્રી કૃષ્ણપાલ ગુજ્જર સહીત ઉદ્યોગ સાથે સન્કળાયેલા ઉદ્યોગપતિઓ ની ઉપસ્થિત હતી સાથે ગુજરાત ના મુખ્ય મઁત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર થી વર્તચ્યુઅલી જોડાયા હતા આ કોન્ફ્રરન્સ હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી મોદી ની પ્રેરણાથી સમગ્ર ભારત માં ડિજિટલ ક્રાંતિ સાથે ભારત ને સજ્જ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વધતા પ્રદુષણ થી ભારતમાં દરેક રાજ્યો માં ફેમ 1 અને ફેમ 2 દવારા ઈ વિહિકલ માં સબસીડી આપી પ્રોત્સાહિત કરાય છે ફેમ 1 પૂર્ણ થયું છે હવે હવે ફેમ 2 માં ટૂ વહીલર ની સાથે સાથે 3 વહીલર 4 વહીલર અને કોમર્સીઅલ બસો ને પણ સબસીડી આપવામાં આવી છે આજે ગુજરાત અને કર્ણાટક માં 275 જેટલી ઈ બસો નું લોકાર્પણ કરાયું જેમાં ગુજરાત માં 75 બસો નું લોકાર્પણ કરાયું છે ભારત માં અત્યાર સુધી માં 3800 થી વધુ ઈ બસો દોડી રહી છે અને આગામી સમય માં 7000 થી વધુ ઈ બસો નો લક્ષ્યાંક છે.આ બસો ને ચાર્જિંગ કરવા દેશ ના 22000 પેટ્રોલ પમ્પ ઉપર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે.પ્રધાન મઁત્રી મોદી નું વિસન છે કે 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ અને તે માટે બેટરી ઉત્પાદન ને પણ વધારવામાં આવી રહ્યું છે .
તસવીર :દીપક જગતાપ રાજપીપળા