GCPLમાં કુલ 8 ટીમ પ્રસ્તુત કરશે 20-25 મિનીટની શોર્ટ ફિલ્મ. ગુજરાતભરમાંથી કુલ 8 શહેરો આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે જે છે – અમદાવાદ, સુરત, કચ્છ, મહેસાણા, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા. મૂળ સંસ્કારી નગરીના નામે ઓળખાતું શહેર એટલે વડોદરા અને વડોદરાની ટીમનું નામ છે “વર્સેટાઈલ વડોદરા” આ ટીમના પ્રોડ્યસુર છે રાધિકા રાઠોડ તથા પ્રિયંકા ત્રિવેદી. બે નારીઓના આ પ્રોડક્શન હાઉસનું નામ છે – *સુપર મૉમ્સ એન્ટરટેઇન્મેન્ટ*.

મૂળ 4 રાઉન્ડમાં આ આખી લિગનું આયોજન થશે જેમાં કુલ 20 ફિલ્મો બનશે. જેમાંથી પ્રથમ રાઉન્ડના વિષય – કોમેડી સાથે *પ્રિયંકા ત્રિવેદી* તથા *રાધિકા રાઠોડ* લઈને આવ્યા છે તેમની પ્રથમ ફિલ્મ- *”પોપટલાલ ઍન્ડ સન્સ”* . આ ફિલ્મને ડિરેક્ટ કરી છે *પ્રિયંકા ત્રિવેદીએ*, લખી છે યુવા રાઇટર *ફેનિલ દવે* અને તેમા અભિનય ના ઓજસ પાથર્યા છે *જીગર શાહ, મુકેશ રાવ, ઋત્વિક પટેલ, મનન નાયક,ક્રિશા લિંબાચીયા, નિશા જાની, ક્રિપાલસિંહ સોલંકી તથા ભાવિન રાજપુરોહિત* જેવા ગુજરાતી ફિલ્મ તથા નાટક સાથે જોડાયેલ કલાકારોએ. 25 મિનિટની આ ફિલ્મની વાર્તા તમને છેક સુધી જકડી રાખશે.આ ફિલ્મમાં સંગીત આપ્યુ છે અમદાવાદના જાણીતા સંગીતકાર બેલડી *જીતીન -અમીતે*. આ ફિલ્મ કલરવ ગુજરાતી OTT પ્લેટફોર્મ પર રજુ થશે. કલરવ ગુજરાતી પ્લે સ્ટોર પર મળી રહેશે જેનો કોઈ સબસ્ક્રિપશન ચાર્જ આપવાનો નથી. આપ સૌ આ ફિલ્મ કલરવ ગુજરાતી એપ પર તદ્દન ફ્રીમાં માણી શકશો.
*રાધિકા રાઠોડ અને પ્રિયંકા ત્રિવેદી* દ્વારા નિર્મિત તેમજ *પ્રિયંકા ત્રિવેદી* દ્વારા દિગ્દર્શિત GCPL ના પ્રથમ રાઉન્ડની ફિલ્મ *’પોપટલાલ ઍન્ડ સન્સ ‘* જોવા માટે નીચે આપેલી લિંક દ્વારા એપ ડાઉનલોડ કરો અને તેમને પ્રથમ રાઉન્ડમાં વિજયી બનાવો.
🌎 Download Link
ઍપ લિંક: https://play.google.com/store/apps/details?id=com.kalravgujarati.videostreamingapp
મુવી લિંક: https://kalravgujarati.app/webseries/share/40