તેલંગાણાના BJP ચીફ બંડી સંજયે બુધવારે AIMIM અસદુદ્દીન ઓવૈસીને પડકાર ફેંક્યો હતો. બંડી સંજયે કહ્યું હતું કે રાજ્યની તમામ મસ્જિદોનું ખોદકામ કરાવો. જો ત્યાંથી શિવલિંગ મળે છે તો મુસલમાનોએ આ મસ્જિદોને હિન્દુઓને સોંપવી પડશે. અને જો ત્યાંથી શબ મળે છે તો મુસલમાનો તેની પર દાવો કરી શકે છે. હાલ દેશમાં મસ્જિદોને લઈ દરરોજ નવા કિસ્સાઓ-ઘટનાઓ સામે આવી રહી છે.
