વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાના અનુસંધાને

આકાશવાણીના
અંશકાલીન સંવાદદાતાઓની એક કાર્યશાળા યોજાઈ

સમાચાર વિભાગના મહાનિયામક ડૉ. વસુધા ગુપ્તાની ખાસ ઉપસ્થિતિ
રાજપીપળા:તા 15

ખાસ વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને આકાશવાણીના
અંશકાલીન સંવાદદાતાઓની એક કાર્યશાળા યોજાઈ હતી .આ પ્રસંગે સમાચાર વિભાગના મહાનિયામક ડૉ. વસુધા ગુપ્તાના અધ્યક્ષપદે આ કાર્યશાળા યોજાi હતી .જેમાં રાજ્યના દરેક જિલ્લાના સંવાદદાતાઓ ઉપરાંત સમાચાર વાચકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર વસુધાબેને જણાવ્યું હતું કે આપણે સૌએ સમાચારના માધ્યમથી ‘કનેક્ટ’ એટલે કે જોડાવું જોઈએ. તેના માટે સકારાત્મક અને સરળ શબ્દોના ઉપયોગ સાથે સમાચાર વાચકો સાથે જોડાવું જોઈએ. આકાશવાણી સમાચાર માધ્યમ હોવાથી લોકોને સચોટ અને સકારાત્મક સમાચાર આપવા એ આપણી ફરજ છે., તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લોકોને વાસ્તવિક માહિતીથી વાકેફ કરાવવા જોઈએ. જેથી સમાચારનો અર્થ કે સંદેશ લોકો સુધી પહોંચી શકે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જ્યારે દૂરદર્શન સમાચાર ના વડા ધર્મેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે સમાચાર સંક્ષિપ્ત હોવા જોઈએ પરંતુ કોઈ બાબત રહી ન જાય તેનું ધ્યાન પણ ચોક્કસ રાખવું જોઈએ. આ કાર્ય શાળામાં પીઆઈબી અમદાવાદના અધિક મહાનિયામક પ્રકાશ મગદુલ, સમાચાર વિભાગના મહાનિયામક પ્રકાશ મજબુર, આકાશવાણી અમદાવાદના વડા એન એલ ચવ્હાણ.પ્રાદેશિક સમાચાર વિભાગના વડા નવલસિંહ પરમાર સહિત અધિકારીઓએ ઉપસ્થિત સંવાદદાતા અને સમાચાર વાંચકોને આગામી વિધાનસભાની ચૂંટણીઅંગેની આચારસંહિતા અંતર્ગત જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા
પ્રસારભારતી ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રીજીયોનલ ન્યૂઝ યુનિટ અમદાવાદ દ્વારા અમદાવાદ ખાતે
વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને આકાશવાણીના અંશકાલીન સંવાદદાતાઓઅને સમાચાર વાંચકોની એક કાર્યશાળા સમાચાર વિભાગના મહાનિયામક ડૉ. વસુધા ગુપ્તાના અધ્યક્ષપદે યોજાઈ હતી . આ પ્રસંગે આકાશવાણીના સંવાદદાતા તરીકે ભાગ લેવાનું અને મહાનુભવો દ્વારા માર્ગદર્શન મેળવવાની તક મળી એનો વિશેષ આનંદ છે.
આ કાર્યશાળામા
મહાનિયામક ડૉ. વસુધા ગુપ્તા ઉપરાંત પીઆઈબી અમદાવાદના અધિક મહાનિયામક પ્રકાશ મગદુલ, સમાચાર વિભાગના મહાનિયામક પ્રકાશ મજબુર, આકાશવાણી અમદાવાદના વડા એન એલ ચવ્હાણ.પ્રાદેશિક સમાચાર વિભાગના વડા નવલસિંહ પરમાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિ મા મળેલ માર્ગદર્શનઅમને ચોક્કસ ઉપયોગી નીવડશે.
..
પ્રસારભારતી ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રીજીયોનલ ન્યૂઝ યુનિટ અમદાવાદ દ્વારા અમદાવાદ ખાતે
વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને આકાશવાણીના અંશકાલીન સંવાદદાતાઓઅને સમાચાર વાંચકોની એક કાર્યશાળા સમાચાર વિભાગના મહાનિયામક ડૉ. વસુધા ગુપ્તાના અધ્યક્ષપદે યોજાઈ જેમાં નર્મદાના સંવાદદાતાતરીકે તરીકે ભાગ લેવાનીઅને માર્ગદર્શન મેળવવાની મળી તક મળી
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા