અમદાવાદ
સંજીવ રાજપૂત

સોનાક્ષી અને હુમા બની અમદાવાદની મહેમાન
અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મના પ્રીમિયારમાં અભિનેત્રીઓ સોનાક્ષી અને હુમા ખાને આપી હાજરી
અભિનેત્રી સોનાક્ષી સિન્હા, હુમા કુરેશી, અન્ય કાસ્ટ અને ક્રૂએ રવિવારે આગામી 4 નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ Double XL ની અમદાવાદના બોપલમાં ધ રિટેલ પાર્ક ખાતે નવા ખુલેલા સિગ્નેચર લક્ઝરી Mukta A2 સિનેમાની મુલાકાત લીધી હતી.
પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો અને ફિલ્મ પ્રેમીઓ અહીં હાજર રહ્યા હતા અને તેમણે સ્ટાર્સનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સ્ટાર્સે પણ તેમના ચાહકો સાથે થોડો સમય પસાર કરીને ખુશ હતા અને તેમની સાથે સેલ્ફી અને ફોટો લેવા માટે તેમને અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યો હતો.
સોનાક્ષી Double XL માં એક મહત્વાકાંક્ષી પ્રવાસ લેખિકા સાયરા ખન્નાની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે હુમા રાજશ્રી ત્રિવેદીની ભૂમિકા નિભાવી રહી છે, જે મૂવીમાં સ્પોર્ટ્સ પ્રેઝન્ટર બનવાની ઈચ્છા ધરાવે છે. ફિલ્મનું નિર્દેશન સત્રપ રામાણીએ કર્યું છે અને તે 4 નવેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.