
“ હૈયે પ્રીત, ગળે ગીત, મુખે સ્મિત.
એ છે જીવન જીવવાની સાચી રીત.”
હર્મન ગોએટ્સ નાં કહેવા પ્રમાણે મીરા બાઈનો જન્મ રાજસ્થાનના મેડતામાં ઈ.સ 1498 થયો હતો.અને તેના પિતા મેડતા નાં રાજા હતા.એવું કહેવામાં આવે છે કે જ્યારે મીરાબાઈ ખૂબ નાના હતા,ત્યારે તેમની માતાએ શ્રી કૃષ્ણને રમતા રમતા વર બનાવ્યા હતા .ઉંમર વધતાં પણ મીરાબાઇ નો પ્રેમ શ્રી કૃષ્ણ પ્રત્યે ઓછો થયો નહીં .અને મીરાએ પણ અન્ય મહિલાઓની જેમ પોતાનાં પતિ વિષે કલ્પનાઓ શરૂ કરી દીધી હતી. પરંતુ આ બધી કલ્પનાઓ માત્ર કૃષ્ણની જ હતી.
મીરા બાઈની જયંતી વિષે ઐતિહાસિક રેકોર્ડ તો નથી પરંતુ હિંદુ કેલેન્ડરમાં શરદ પૂર્ણિમા નાં દિવસને મીરાબાઈની જયંતી સ્વરૂપે મનાવવામાં આવે છે. મીરા બાઈના જીવન સાથે જોડાયેલી અનેક વાતોને આજે પણ રહસ્ય માનવામાં આવે છે. ગીતાપ્રેસ ગોરખપુરની પુસ્તક ભક્ત-ચરિતાંક પ્રમાણે મીરા બાઈના જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી થોડી વાતો ઉલ્લેખવામાં આવી છે.
મીરાબાઈ જોધપુર, રાજસ્થાનના મેડતા રાજકુળનાં રાજકુમારી હતાં. મીરાબાઈ મેડતા મહારાજનાં નાના ભાઈ રતન સિંહનાં એકમાત્ર સંતાન હતાં. મીરાબાઈ ની નાની ઉમર માં જ તેમનાં માતાનું મૃત્યુ થઇ ગયું હતું. માટે તેમનાં દાદા રાવ દૂદા તેમને મેડતા લઇ આવ્યાં અને તેમની દેખરેખમાં તેમનો ઉછેર કર્યો હતો. મીરાબાઈનો જન્મ લગભગ ઈ.સ.1498માં થયો હતો.
મીરાબાઇ નું લગ્ન ઇ.સ 1516 માં રાણા સાંગા ના પુત્ર અને મેવાડ ના રાજકુમાર ભોજરાજા સાથે થયું હતું .મીરાના પતિ ઈ.સ 1518 માં એક યુદ્ધ દરમ્યાન જખ્મી થઈ ગયા હતા.અને ઈ.સ 1521 તેમનું મૃત્યુ થયું હતું.તેમનાં પતિના મૃત્યુ પછી તે સમયે પ્રચલિત પ્રથા મુજબ મીરાએ પણ ભોજરાજ સાથે સતી થવા નો પ્રયાસ કર્યો પણ થઈ ન શક્યા .ધીરે ધીરે મીરા સંસારથી વિખુટા પડી જઈ સાધુ સંતોની સંગતમાં કીર્તન કરવામાં તેમનો સમય પસાર કરવા લાગ્યા.મીરાના સાસરિયા પક્ષ તરફથી કૃષ્ણની ભક્તિને રાજઘરાના માં અનુકૂળ ન માની, સમય-સમયે તેમનાં પર અત્યાચાર થવા લાગ્યા.પતિનાં અવસાન પછી મીરાની ભક્તિ દિવસેને દિવસે વધતી ગઈ.મીરા મંદિરોમાં જઇ કૃષ્ણ ભક્તો સાથે કલાકો સુધી નૃત્ય કરતા હતા.
મીરાબાઇ ની કૃષ્ણ પ્રત્યે ભક્તિ તેમના પતિના પરિવારોને સારી ન લાગતી અને તેના પરિવારે પણ મીરાને ઘણી વખત ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ મીરાનો કૃષ્ણ પ્રેમ આ બધા પર વિજયી થઈ ગયો હતો.ઈ.સ 1533 માં,મીરાને રાવ બિરમદેવ દ્વારા મેડતાં બોલાવ્યા હતા.મીરાના ચિત્તોડ ત્યાગના આગલા વર્ષે, 1534 માં ગુજરાતનાં બહાદુર શાહે ચિત્તોડ પર કબજો કર્યો.તેનાં પછી મીરાબાઈ બ્રજની યાત્રાએ નીકળ્યા હતા.
કહેવાય છે કે સંત
તુલસીદાસના કહેવાથી મીરા એ રામજીની ભક્તિ કરી હતી.
ઇતિહાસમાં થોડી જગ્યાએ એવું જાણવા મળે છે કે, મીરા બાઈએ તુલસીદાસને ગુરૂ બનાવીને રામભક્તિ પણ કરી હતી. કૃષ્ણ ભક્ત મીરાએ રામ ભજન પણ લખ્યા છે. જોકે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કોઇ જગ્યાએ મળતો નથી. પરંતુ થોડાં ઇતિહાસકારો માને છે કે, મીરાબાઈ અને તુલસીદાસની વચ્ચે પત્રોનો સંવાદ થયો હતો.
મીરાબાઈએ તુલસીદાસને પત્ર લખ્યાં હતાં અને જણાવ્યું હતું કે તેમનાં ઘરનાં લોકો તેમને કૃષ્ણ ભક્તિ કરવા દેતાં નથી. શ્રીકૃષ્ણને મેળવવા માટે મીરાબાઈએ તેમના ગુરૂ તુલસીદાસ પાસે ઉપાય માંગ્યો હતો. તુલસીદાસના કહેવાથી મીરાએ કૃષ્ણ સાથે રામભક્તિના ભજન લખ્યાં હતાં. જેમાં સૌથી પ્રસિદ્ધ ભજન ‘પાયો જી મેને રામ રતન ધન પાયો’ છે.
કૃષ્ણ ભક્ત મીરાબાઈનું મોત એક રહસ્ય છે.અને તેનું જીવન પૂર્ણ થયાના કોઈ પુરાવા પણ નથી , પરંતુ વિદ્વાનો નાં તેમનાં વિષે વિવિધ મંતવ્યો બતાવે છે કે મીરાની મોત ઈ.સ.1546 માં થઈ હતી. ડૉ .શેખાવત મુજબ, મીરાનું ઇ.સ.1548 માં અવસાન થયું .કૃષ્ણ ભક્ત મીરાબાઈ નાં મૃત્યુ સ્થળ વિષે નાં મોટાભાગનાં અભિપ્રાયો દ્વારકા સાથે જોડાયેલા છે.પરંતુ હર્મન ગોએટ્સ કહ્યું કે મીરા બાઈ દ્વારકા પછી ઉત્તર ભારતમાં ભ્રમણા કરતાં હતાં. ત્યાંથી ફરતા ફરતા,કૃષ્ણ ભક્તિ કરતાં કરતા , ફરી પાછા આવી ને દરિયાઈ માર્ગ દ્વારા એમણે એવી જગ્યાએ જઈ જીવન નાં છેલ્લા દિવસો વિતાવ્યા , જ્યાં કોઈ એમને શોધી ન શક્યું.
અમૂક મીરા ભક્તો નાં કથનાનુસાર મીરાં દ્વારિકા માં કૃષ્ણ ભજન કરતાં કરતાં ભગવાન ની મૂર્તિ માં સમાઈ ગયા.
માન્યતા એવી છે કે મીરાની શ્રી કૃષ્ણ પ્રતિ પ્રેમની ભાવના અનન્ય છે.
અને એવું માનવામાં આવે છે કે મીરા ની જીવન કથા જન્મો જન્મની પ્રેમ કથા છે.મીરા પૂર્વ જન્મમાં વૃંદાવનની ગોપી હતી.અને તે સમયે રાધાની પ્રિય સખી હતી.અને તે મનમાં ને મનમાં પ્રેમ કરતી હતી.કૃષ્ણ ને મળવાની તડપમાં એમણે પોતાનો જીવ આપી દીધો.પછી રાધાની સખીનું લગ્ન એક ગોપ સાથે કરવામાં આવ્યું હતું.અને તેના સાસુને આ વાતની ખબર પડી તો તેને ઘરમાં બંધ કરી દીધી.અને કૃષ્ણને મળવા મટે મીરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.અને પછી મીરાના રૂપમાં મેડતા રાજાને ત્યાં જન્મ થયો હતો.મીરાબાઈએ કૃષ્ણના આ પ્રેમનો ઉલ્લેખ તેમના એક દોહા માં પણ કર્યો છે.
આવા અનન્ય કૃષ્ણ પ્રેમી મીરાંબાઈ નાં ઘણાં લોકપ્રિય ગીતો, પદો અને ભજનો છે. જેમાં લોકજીભે ચડેલા છે-“ પગ ઘુંઘરૂ બાંધ..” અને સુપ્રસિદ્ધ રામભજન-“ પાયો જી મૈંને રામ રતન ધન પાયો”.
આપણે કહી શકીએ કે-
મીરાં ને એમ હતું કે ઝેર માં કેવો નશો છે જોઈ લઉં..તો ઝેર ને પણ એમ હતું કે એ બહાને કંઠ માં કૃષ્ણ નો પ્યાર હું જોઈ લઉં..!!”
-ડો. દક્ષા જોશી.
અમદાવાદ
ગુજરાત.