યુપીના મેરઠમાં શુક્રવારે અજીબ નજારો જોવા મળ્યો. અહીં લોકોએ મેડિકલ પોલીસ સ્ટેશનની દિવાલ પર મોટુ બેનર લટકાવી દીધુ. બેનર પર લખ્યું હતું, “ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં આવવાની મનાઈ છે.” આ બેનર પર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી શરણ સિંહનું નામ લખ્યું હતું. આ ફોટોને અખિલેશ યાદવે ટ્વીટ કરી યોગી સરકારનો મજાક ઉડાવ્યો છે.
