*શ્રીમદ્ ભાગવત રસામૃત્*🌞🌷🕉️
૧૨/૧૧/૨૦૨૨
*શ્રી કૃષ્ણ કથા : ધર્મનું ફળ પાપનું નાશ છે. પાપનું નાશ થવાથી મન ની શુદ્ધિ થાય છે. મન ની શુદ્ધિ થતા પ્રભુ પ્રાપ્ત થાય છે.રાસ લીલા માં જીવ અને બ્રહ્મની કથા છે. જેના હૃદયમાં શ્રીકૃષ્ણ સિવાય કાઈ નથી તે ગોપી છે. પરમાત્મા ને પામવાની તીવ્ર ભાવના એજ ગોપી છે. નાદબ્રહ્મ અને નામબ્રહ્મ જ્યારે એક થાય ત્યારે પરબ્રહ્મ પ્રગટે છે. શ્રી કૃષ્ણલીલાનું રહસ્ય શ્રી કૃષ્ણ કૃપાથી જ ધ્યાનમાં આવે છે. શ્રી કૃષ્ણલીલા એટલી મધુર છે કે જીવ જગતને ભૂલે છે. શ્રી કૃષ્ણ કથારૂપી અમૃતનું પાન કરવાથી ધીરે ધીરે વાસનાનો નાશ થાય છે.જીવ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે તો શ્રી કૃષ્ણ જીવ ને શ્રી કૃષ્ણ બનાવે છે. મુરલીધર નું સ્મરણ કરે તેને ધ્યાન લાગે છે. જ્યાં નિર્મળ પ્રેમ છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે.*

*Il ॐ श्री कृष्णाय नमः II*