વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો પર જીત મેળવનારી આપના પ્રદેશ અધ્યક્ષ એવા ગોપાલ ઈટાલિયાની ભાવનગર પોલીસે ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર,ગોપાલ ઈટાલિયાએ દ્વારકાની જાહેર સભામાં ગીતાના શ્લોકને ટાંકીને એક નિવેદન આપ્યું હતું જેનાથી કૃષ્ણ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો.આ મામલે આહિર સમાજના અમિત ડાંગર દ્વારા ઉમરાળા પોલીસ મથકમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
