સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી
સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હતું. તેમના ઉદબોધન જણાવ્યું હતું કે, માતૃભૂમિને વંદન કરવાનું, શહીદવીરોને યાદ કરી તેમના પ્રતિ આદર વ્યકત કરવાનું અને સાથે રાષ્ટ્રની ગરિમા-ગૌરવ પ્રતિ આપણી રાષ્ટ્રભાવના અને નિષ્ઠાને સંકલ્પબદ્ધ કરવાનું આ પર્વ છે. દેશના ઉત્તમ નાગરિક બનવા માટે શિક્ષણ આવશ્યક છે. આ ઉત્તમ કાર્ય સર્વ વિદ્યાલય દ્વારા કરવામાં આવે છે. તેનાથી હું સુપરિચિત છું. “કર ભલા હોગા ભલા”ના સૂત્રને સાર્થક કરતી આ સંસ્થા સાથે જોડાવાનો મને ગર્વ છે.
આ પ્રસંગે સર્વ વિદ્યાલયની વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ પ્રગટ કરતી સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, રજિસ્ટ્રારશ્રી ડૉ. સૂર્યક્રિશ્ન મંત્રાલા, કેમ્પસ ડાયરેકટર ડૉ. કેયુર શાહ સહિત સંસ્થાના તમામ ડીરેકટરશ્રીઓ, પ્રીન્સીપાલશ્રીઓ, સ્ટાફમીત્રો, વિદ્યાર્થીગણ અને અમેરિકા નિવાસી દાતાઓ શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી સંજયભાઈ રુન્ગતા તથા મેહેમાનશ્રી શ્રી કાન્તિભાઈ શેખાવત, શ્રી કમલેશભાઈ બારોટ અને શ્રી બીપીનભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ એ. કોલેજ અને એમ.બી. પટેલ ઈગ્લિંશ મિડિયા સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.