કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ શનિવારના રોજ રાજનીતિમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે. તેમણે રાયપુરમાં કોંગ્રેસના 85માં અધિવેશનમાં કહ્યું હતું કે, તેમની રાજકીય કારકિર્દીનું સમાપન ભારત જોડો યાત્રા કરતાં વધુ સારી રીતે થઈ શકે નહી. તેમણે ભારત જોડો યાત્રાને પાર્ટી માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ તરીકે વર્ણવી હતી.

કોંગ્રેસના અધિવેશમાં પોતાના ભાષણમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વમાં 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ આપ્યો હતો પરંતુ વધુ આનંદ એ વાતનો છે કે મારી કારકિર્દી ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ રહી છે. આ યાત્રા કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ‘ટર્નિંગ પોઈન્ટ’ હશે.
BJP પર પ્રહારો કર્યા
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારકજનક સમય છે. BJP-RSSએ એક-એક સંસ્થા પર કબ્જો જમાવ્યો છે અને તે સંસ્થાઓને બરબાદ કરી નાંખી છે. તેમણે કેટલાક ઉદ્યોગપતિઓની તરફેણ કરીને દેશને આર્થિક રીતે બરબાદ કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકારમાં દલિતો, મહિલાઓ અને દરેક વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટીના 3 દિવસીય મંથન સંમેલનના બીજા દિવસે 15,000 પ્રતિનિધિઓને સંબોધતા સોનિયા ગાંધીએ કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વખાણ કરતા કહ્યું હતું કે, તેમણે દેશની જનતા અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે લાંબો સંઘર્ષ કર્યો છે.
Suresh vadher