વડોદરા વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પીઠધિસ્વર કાકરોલી નરેશ વ્રજેશ કુમારજીનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સવારે 11.45 એ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી વૈષ્ણવ સંપ્રદાયમાં દુઃખની લાગણી છે. પાર્થિવ દેહને દર્શન માટે બેઠક મંદિર કેવડાબાગ મુકાશે. તેઓ સરકારશ્રીના હુલામણા નામથી ઓળખાતા હતા.
