નિરંતર ચાલતી શોરરબકોરની ધારામાં પણ શાંતિનો અનુભવ કરાવતું મારું અમદાવાદ,

મઘરાતે પણ સોહામણું લાગતું જાણે કે હમણાં જ સવારના પડી હોય તેમ ઝળહળતું મારું અમદાવાદ,
તહેવારો શરુ થતાં જ તાનમાં આવી જતું ને ક્યારેક રંગો સાથે, ક્યારેક દીવડાઓ સાથે તો ક્યારેક ઢોલ સાથે તો ક્યારેક પતંગ અને દોરીઓ સાથે અને ગરબા બારેમાસ કોન્સેપ્ટ સાથે મહાલ્તુ રહેતું મારું અમદાવાદ,
દાસના ઢોકળા ખમણ ને ખાંડવી, રાયપુરના ભજીયા, જશુબેનના પિત્ઝા હોય કે મીનાની પકોડી, અર્પિતની રગડા પેટીસ અને માણેકચોક બારેમાસ સાથે જીભના ચટાકા લેવડાવતું મારું અમદાવાદ,
ખિસ્સું ખાલી હોય છતાં માનભેર જીવતું, કરકસર કરીને પણ શોખને જીવંત રાખતું,એક ચા ના કપ સાથે કલાકો વાતો કરીને પણ પેટ ભરી શકતું એવુ હસમુખું શહેર મારું અમદાવાદ,
અઠવાડિયાના અંતે સંગીતના સૂર સાથે, નૃત્યકારોના નૃત્ય સાથે, લેખકોના જમાવડામાં, રમતવીરોની રમત સાથે,મિત્રો અને પરિવાર સાથે મહેફિલોમાં,રાજકારણીઓની મીટીંગોમાં, થિયેટરમાં પાછલી સીટમાં બેસીને ફિલ્મ જોઈ બરાડા પડાવતું અને જલસા કરાવતું મારું અમદાવાદ,
નાના બાળકોનો આનંદમેળે કિલ્લોલ, જુવાનિયાઓની,બગીચામાં મસ્તી,
વૃદ્ધ માણસોને ની લાકડીના ટેકે પણ મસ્તી અને મોજ કરાવતું મારું અમદાવાદ..
તો મિત્રો કહો જોઈએ કેવું લાગ્યું મારું અમદાવાદ..
એકવાર ચોક્કસ પધારજો હો ને??