મારી મુઠ્ઠીમાં છુપાઈ છે ,હોળીના રંગોની છોળ …
કેસુડો ખુબ મ્હોરી ઉઠ્યો ,ઓલા ડુંગરની ઓળ ,

કેસરી ઝુમખા ઝૂલેને ,વાયરો ઉડાડે કેસરિયો છોળ
ધરતી ઉલાળે નયનોને ,જાણે એની ઉંમર હોય સોળ ,
આંબાનો મ્હોર મ્હેંકે,કોયલ ઉડાડે આજ સૂરોની છોળ ,
ઝાંય લાગે સૂરજને ,અને મારી ચૂંદડી બની રાતીચોળ ,
આંખોમાં તારો છે રંગ,મારી ચોપાસ ઉડે ગુલાલની છોળ ,
પરસ્પર રંગોની જેમ ભળીને ,બનું તારાં પર ઓળઘોળ …!!
આપ સૌને રંગોત્સવની વધામણી ….
દરેકનાં જીવનમાં માત્ર દેવત્વનો સફેદ રંગ અને દાનવત્વનો કાળો રંગ ના રહે …પરંતુ ,
દરેક ગુણો અને અવગુણોનો સાચો સરવાળો કરી જે રંગો બને ,એમાં મનુષ્યત્વનો રંગ સૌથી વધારે ઝળકે એવી આશા સાથે …
સપ્તરંગી ઘૂળેટીની શુભકામના …
બીના પટેલ