ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા મોરચાએ તા. ૧૧ માર્ચ ૨૦૨૩ ને શનિવારે રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે એપ્રિલ મહિનામાં શરૂ થનાર પ્રોજેક્ટ ‘કમલ મિત્ર’ના ભાગરૂપે મહિલાઓ માટે એક વિશેષ વર્કશોપનું આયોજન થયું.

ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વાનાથી શ્રીનિવાસને વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું. આ વર્કશોપનું આયોજન ‘મહિલા કેન્દ્રિત’ સરકારી યોજનાઓ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ભારત વર્ષના દરેક રાજ્યમાંથી બે પ્રભારી બહેનોની અપેક્ષિત હતા. ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ દિપીકાબેન સરડવા જીએ પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ શ્રી અરુણાબેન ચૌધરી તથા પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ શ્રી અર્ચનાબેન ઠાકર જીને ગુજરાતમાં ‘કમલ મિત્ર’ પ્રોજેક્ટના પ્રભારી તરીકે નિયુક્ત કરતા બંને બહેનો દિલ્હી બેઠકમાં ઉપસ્થિત રહયા. ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશના અજેય યશસ્વી પ્રમુખ શ્રી સી.આર. પાટીલજીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત પ્રદેશમાં સંગઠન અને સરકારના સમન્વયથી કેન્દ્ર અને રાજ્યની સરકારની યોજનાઓ પર કાર્ય થાય છે તે અંગે અર્ચનાબેન ઠાકર એ માહિતી આપી. અને પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા.
એપ્રિલ ૨૦૨૩માં ‘કમલ મિત્ર’ અભિયાન શરૂ કરવામાં આવશે. “વર્કશોપમાં ભાગ લેનારી મહિલાઓને મોદી સરકારની મહિલાઓ માટેની યોજનાઓને દેશભરની મહિલાઓ સુધી કેવી રીતે પહોંચાડી શકે છે તેની માહિતી આપવામાં આવી હતી.”
આ પ્રોજેક્ટ દ્વારા જમીન સ્તરે મહિલા સ્વયંસેવકો સ્થાનિકોને કેન્દ્ર સરકારની આ યોજનાઓના હેતુઓને સમજવામાં મદદ કરશે.
તેઓ ઓળખાયેલા લાભાર્થીઓને આ યોજનાઓ માટે અરજી કરવા માટેની તમામ પ્રક્રિયાઓ અને તેમાં સામેલ તમામ જરૂરી પેપરવર્કમાં મદદ કરશે. સરકારની મહિલા લક્ષી વિવિધ યોજનાઓ સરળતાથી લાભાર્થીના દ્વારે એ હેતુ સાર્થક કરશે.