ફરી એકવાર કોરોનાએ લોકોનું ટેન્શન વધાર્યું છે. કોરોના પર નજર રાખતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ભારતમાં કોરોનાના કેસમાં વધારો XBB.1 વેરિઅન્ટને કારણે થયો છે. નિષ્ણાતોએ કહ્યું કે, XBB.1 XBB.1.16 નું સબ-વેરિઅન્ટ કોવિડ-19 સામે નવા કેસ આવવાનું કારણ હોઈ શકે છે. આ સબ-વેરિઅન્ટના સિક્વન્સિંગના સૌથી વધુ 48 કેસ ભારતમાં, 22 બ્રુનેઈમાં, 15 અમેરિકામાં અને 14 સિંગાપોરમાં જોવા મળ્યા છે.
