નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 (NFHS-5) ના ડેટા અનુસાર 18 થી 49 વર્ષની વય વચ્ચેની 10% મહિલાઓએ તેમના પતિ પર હાથ ઉઠાવ્યો છે. તે પણ ત્યારે જ્યારે તેના પતિએ તેના પર કોઈપણ પ્રકારની હિંસા ન કરી હોય. એટલે કે 10 ટકા મહિલાઓએ તેમના પતિ પર કોઈ કારણ વગર મારપીટ કરી છે. સર્વે મુજબ વધતી ઉંમર સાથે તેમના પતિ સામે હિંસા કરતી મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે.
