બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત યુદ્ધનો સીધો ભાગ નહોતો પરંતુ જાપાની સેનાએ કોલકાતા પર બોમ્બમારો શરૂ કર્યો હતો. બ્રિટિશ સેના દિવસ દરમિયાન વધુ શક્તિશાળી હતી, તેથી હુમલા રાત્રે થયા હતા. આર્કિટેક્ચરને બચાવવા માટે, લોકોએ દરેક વસ્તુને કાળા રંગે રંગવાનું શરૂ કર્યું હતુ. આ મેમોરિયલને બચાવવા અંગ્રેજોએ આખી ઇમારતને કાદવ અને ગાયના છાણથી કાળી કરી દીધી. ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકાયો હતો.
