સ્વ ને સંબોધન….
તારી જ અંદર તારી તપાસ કર…
બુદ્ધ થા, તું શુદ્ધ થા.
અંતરથી અણી શુદ્ધ થા.
શાંત થા, તું ‘સ્વસ્થ’ થા.
ધ્યાન ધર, સ્વયંસંબુદ્ધ થા.
સજ્જ થા, તું કટિબદ્ધ થા.
મુક્ત થવા પ્રતિબદ્ધ થા.
મીતાહારી થા, મીત ભાષી થા.
મૃદુ શબ્દ બોલ, સતવાદી થા.
જો અજ્ઞાન હો તો. તું ન દંભ કર.
પ્રશ્ન પૂછ, પરિપ્રશ્ન કર, સત્યની તું શોધ કર.
‘પ્રથમ’ની જિદ છોડ તું, અન્યને મોકળાશ દે.
‘સુધીર’ બન, ગંભીર બન,
દોષ દૂર કરી, નિજાનંદ કર.
તારી જ અંદર તું તારી તપાસ કર.
મૌન થા, સ્વદર્શન કર.
આભાર માન તું હૃદય થી.
મુત્ત અને પ્રશંસ તું.
ક્ષમા કર, તું દયા કર,
કરૂણા કર. સર્વમિત્ર થા.
તું પ્રેમ કર, ને ગીત ગા.
નમન કર, પ્રભુલીન થા.
ડૉ. સુધીર શાહ