હવે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. UNના રિપોર્ટમાં હિન્દુસ્તાને વસ્તી મામલે ચીનને પાછળ રાખી દીધું છે. 1 વર્ષમાં ભારતની વસ્તી 1.56% વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, હવે ભારતની વસ્તી 142.86 કરોડ થઈ ગઈ છે જ્યારે 142.57 કરોડ સાથે ચીન બીજા નંબરે આવી ગયું છે. ભારતનો કુલ પ્રજનન દર 2.0 છે. એક ભારતીય પુરૂષની સરેરાશ આયુષ્ય 71 વર્ષ અને મહિલાની 74 વર્ષ છે. ભારતમાં સૌથી વધુ યુવા વસ્તી છે.