સલમાનખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું કલેક્શન ઘટી રહ્યું છે. વિકેન્ડ બાદ છઠ્ઠા દિવસે આ ફિલ્મે નિરાશાજનક કમાણી કરી છે. 21 એપ્રિલે 15.81 કરોડ, 22 એપ્રિલે 25.75 કરોડ, 23 એપ્રિલે 26.61 કરોડ, 24 એપ્રિલે 10.17 કરોડ અને 25 એપ્રિલે 6.12 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે ગઈકાલે 5 થી 6 કરોડ વચ્ચે ફિલ્મનું નેટ કલેક્શન થયું હતું. ફિલ્મ 6 દિવસમાં લગભગ 90 કરોડનો ટોટલ બિઝનેસ કરી શકે છે.