આવતીકાલે ૧૨ વિજ્ઞાન પ્રવાહ નુ રીઝલ્ટ છે.
સોશ્યલ મિડીયા છલકાઇ ઉઠશે.
માર્કશીટ્સ અપલોડ થશે.
કેટલા આવ્યા ?
કેમ થયુ ?
બસ, આટલાં જ !
આખું વરસ મહેનત કરી પણ ……!
આવા આવા ઉદ્ગારો વહેતા થશે
શેરી ના ઓટલે ને ચોરે ને ચૌટે વિદ્યાર્થી અને મા બાપ ના ગુણ દોષ ગવાશે.
સારા માર્ક આવ્યા તો બહાર થી આનંદ બતાવશે.
ઓછા માર્ક આવ્યા તો બહારથી દુખી ચહેરો બતાવશે(અંદર થી રાજી થશે 😊એજ લાગનાં હતા બહુ ચગ્યા ‘તા) .
મિત્રો વાલીઓ આ પરિણામ જીવન નુ અંતિમ પરિણામ નથી જ. આ માત્ર તમે અભ્યાસ પાછળ ખર્ચેલા રૂપિયા ની પાવતી છે. (એનુ મહત્વ જરાય નથી એવુ નહિ, પણ મિડીયા માં ને બાંકડે બેઠા જેટલુ ચગાવાય છે એટલુ નહિ)
ભણતર કરતાં ગણતર વધારે કામ લાગે છે.
તમોને ડોકટર એન્જીનીઅર બનવા ના સ્વપ્ના દેખાડનાર પોતે ડોકટર કે એન્જીનીઅર નથી .(અપવાદ તો હોવા ના ) છતાંય સફળ છે એ વાત ધ્યાન રાખશો.
વાલીઓ ને વિનંતી કે આ જીવન ની છેલ્લી પરીક્ષા નથી માટે જે રીઝલ્ટ આવે તેમા સમતા જાળવવી.
સારા માર્ક આવે તો બહુ હરખાવુ નહિ. ધાર્યુ પરીણામ ન આવે તો બહુ શરમાવું નહિ.
સંતાન તમારું છે. અને કાયમ રહેવાનું છે. તેનુ પરિણામ જોઇ ને વાહ વાહી કરનાર કે અફસોસ કરનાર તમારા નથી. એમને ગોસીપ માટે વિષય જોઇએ એથી વધારે કઇ જ નહિ.
માટે પરિણામ જે આવે તેને વધાવજો.
જલ્સા કરજો.
તમારા બાળક નો ભણતર નો એક પડાવ પૂર્ણ થયો છે. પાસ/નાપાસ એક પરિસ્થિતિ માત્ર છે એને બહુ મહત્વ આપવા ની જરૂર નથી.
So enjoy 😊