બધુંય છુપાવી શકાય. સવાલો છુપાવી શકાય નહીં. એ તો આજે નહીં તો કાલે, નાગની ફેણની જેમ ઉંચા થવાના જ. ઇતિહાસ દાટી શકાય, સળગાવી પણ શકાય,અવશેષો મિટાવી શકાય, પણ સવાલો નું શું? એ તો સળવળતા રહે. જીવતા રહે.સવાલો મરતા નથી. એ અમર હોય છે. સમય સમય પર ઊભા થાય છે. જ્યાં સુધી સાચા અને તર્ક સંગત જવાબો ન મળે ત્યાં સુધી સવાલો ખડા રહેવા નાં.આઝાદી ના ઇતિહાસ ની ડાર્ક સાઈડ- રંગ દે બસંતી કોલમ માં સવાલો નો રાફડો ફાટયો છે. જવાબો જડતા નથી. જે આપવા માં આવે છે તે જવાબો છે જ નહીં. એ તો મન ને મનાવવા નું કારસ્તાન છે. સાચા જિજ્ઞાસુઓ જવાબો શોધ્યા કરતા હોય છે. ખોટા, દેખાડુઓ સવાલો થી ભાગે છે.
આઝાદી રાજનીતિ થી નહોતી મળી. આ વાક્ય ફરીવાર લખવા નું મન થાય છે. આઝાદી રાજનીતિ થી નહોતી મળી. રાજનીતિ તો ઘણી પાછળ થી સક્રિય થઈ, અથવા એમ કહો કે કરવા માં આવી.રાજભા ગઢવીનાં પેલા ફેમસ છપાકરા ની જેમ કેટલાય મરજીવાઓ એ માર માર માર.. કરી ને અંગ્રેજો ને ત્રાહિ ત્રાહિ કરી મુક્યા હતા.
અમુક પક્ષ દ્વારા ફેલાવવા માં આવ્યું છે કે અમુક નેતાઓ આવ્યા એટલે આઝાદી મળી. એ આગળ આવ્યા અને અંગ્રેજો ગદગદ થઈ ગયા. આવજો આવજો કરી ને ચાલ્યા ગયા. ના. એવું નહોતું.૧૮૫૭ થી આઝાદી માટે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા, મંગલ પાંડે જેવા ક્રાંતિકારીઓ એ બહુ પહેલાં ક્રાંતિનાં શ્રી ગણેશ કર્યાં હતાં. પણ શું ગાંધી ની નેતાગિરિ થી અંગ્રેજો ડરી ગયા હતા? જવાબ છે ના. આ રોકડું સત્ય હવે પચાવવું જોઈએ અને સ્વીકારવું જોઈએ. એકચૂલી, ભારતમાં ક્રાંતિકારીઓ દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે વધી રહ્યા હતા. કંપની સરકારનાં માણસો ક્રાંતિકારીઓ નાં હાથે રોજ મરી રહ્યા હતા. એક ખૌફ પેદા થયો હતો. મોટા મોટા અફસરો પર જીવલેણ હુમલાઓ થતા, એમાં ઘણાં મોત ને ઘાટ ભેટ્યા હતા. અંગ્રેજો ની ફૌજ માં ભરતી થતા લોકો માં ડર પેદા થઈ ગયો હતો. જો વધુ માણસો ભરતી કરવા થી ભારત પર નો કબજો ટકી રહે એમ હોત તો અંગ્રેજો એમ કરત. સવાલ પગાર આપવા નો તો હતો જ નહીં, એ તો ભારતીય લોકો ને લુંટી ને ભારતીય અંગ્રેજ સૈનિકો ને આપવા નો હતો, પણ રોજ રોજ જવાળ ઉભો થઇ રહ્યો હતો. જેને ડામવા જતાં અંગ્રેજ ઓફિસરો મોત ને ભેટતા. ક્રાંતિકારીઓ પણ મોટા અંગ્રેજ ઓફિસરો ને ટાર્ગેટ કરતા. જેથી ડર પેદા થયો હતો.પણ અમે ડરી ગયા…એવું બતાવે એટલા બેવકૂફ અંગ્રેજો નહોતા.૧૯૪૭ થી ઘણાં વર્ષો પહેલાં નક્કી થઈ ગયું હતું કે હવે ભારત પર શાસન શક્ય નથી.
આ બાબત ની મીટીંગો થઈ હોવી જોઈએ. શામ,દામ,દંડ, ભેદ તમામ રસ્તાઓ અપનાવી લેવા માં આવ્યા હતા.અંગ્રેજો સારા અને લાગણીશીલ છે એવું જુઠાણું પણ ફેલાવવા માં આવ્યું હતું. પોતાના કામકાજ અર્થે થતા વિકાસ ને લોક ઉપયોગી સાબિત કરવા માં આવતાં. જેમકે પોતાના ઉપયોગ માટે રેલ્વે લાઈન નાખી. પણ પ્રચાર એવો કરવા માં આવ્યો કે લોક ઉપયોગી કામ કર્યું. આજેય ઘણાં જડભરત મૂર્ખાઓ દલીલો કરે છે કે અંગ્રેજો એ વિકાસ નાં કાર્યો કર્યા. ભારતીય જનતા ને લુંટી ને ભવ્ય મહેલો બંધવ્યા. આને વિકાસ કેમ કહેવો?
રાજ કરવા ની પેટર્ન સમજવી જરૂરી છે. ભારતીય રાજાઓ માં એક માત્ર પેટર્ન હતી. સેના લઈ ને કોઈ રાજ્ય પર હુમલો કરો અને જે તે રાજ્ય કબજે કરો. મુગલો અને હિંદુ રાજાઓ માં આ એક જ કૌવત હતી. અન્ય કોઈ રીત થી પણ રજવાડું જ નહીં, આખો દેશ કબજે કરી શકાય એ અંગ્રેજો એ સાબિત કરી બતાવ્યું. અખંડ ભારત પર રાજ કરનારા વિક્રમાદિત્ય જેટલી વિશાળ દ્રષ્ટિ ધીમે ધીમે ક્ષીણ થતી ગઈ. રાજાઓ પોત પોતાનું રજવાડું સુરક્ષિત કરવા માં વ્યસ્ત થઈ ગયા. દાખલા તરીકે પાટણ ના રાજા માટે દેશ એટલે પાટણ. મેવાડ ના શાસક માટે દેશ એટલે મેવાડ. આ દરેક રજવાડાં ને લાગુ પડે. અમુક રાજાઓ વિશાળ દ્રષ્ટિ વાળા હતા. પણ રાજાઓ માં એકતા નાં અભાવે અંગ્રેજો ફાવી ગયા. અંદર અંદર ની લડાઈ માં પહેલા મુગલો અને ત્યારબાદ અંગ્રેજો ની હુકુમત આવી ગઈ. તોય, છેલ્લે સુધી રાષ્ટ્ર લેવલ નું રાજાઓ નું મંડળ ન બન્યું. આપસ ની હુંસાતુંસી માં થી રાજાઓ બહાર ન નીકળી શક્યા. બીજું કારણ હતું, હથિયારો. અંગ્રેજો પાસે તોપ, બંદૂકો જેવાં હથિયારો હતાં. જ્યારે રાજાઓ હજી તલવાર- ભાલા યુગ માં જીવી રહ્યા હતા. અલબત, રાજાઓ પાસે પણ તોપ,બંદૂકો આવ્યાં જ, પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. યુદ્ધ ની જરી પુરાણી પેટર્ન અંગ્રેજો ની કૂટનિતી સામે ફેલ થઈ ગઈ. ચાણક્ય ને વાંચી લીધા હોત તો ય મુગલ – અંગ્રેજ ભારત માં ઘુસી શક્યા ન હોત. પણ મોટા ભાગના રાજાઓ વ્યભિચાર માં ડૂબી ગયા હતા એ પણ સત્ય છે. જે ધર્મ અને દેશ માટે ઝઝૂમતા હતા, એમની સંખ્યા ઘણી ઓછી હતી. દ્રષ્ટિ ક્રમશ: નાની અને ક્ષીણ થઇ રહી હતી. ધર્મ ની દ્રષ્ટિ થી જોઈએ તો પણ વિશાળ દ્રષ્ટિ મળતી નથી.
બાબર ની લુંટેરી ગેંગ દ્વારા ભગવાન શ્રી રામ નું મંદિર તોડવા માં આવ્યું. આ બાબત નો અમુક રાજાઓ સિવાય કોઈ એ ઝાઝો વિરોધ કર્યો નથી. હિંમત કેમ થઈ શકી વિદેશી આક્રાંતાઓ ની? એ પણ રામ મંદિર તોડવા ની? સોમનાથ મંદિર વારંવાર તોડવા માં આવ્યું, લૂંટવા માં આવ્યું. રામ મંદિર તૂટ્યું એની નોંધ ગોસ્વામી તુલસીદાસ કરે છે. પણ રાષ્ટ્ર લેવલ પર રાજાઓએ કોઈ સંગઠન નહોતું બનાવ્યું.૪૯૦ વર્ષ સુધી ભગવાન શ્રી રામ તંબૂ માં રહ્યા. હવે મંદિર બનવા જઈ રહ્યું છે. સોમનાથ, કાશી, સહિત મોટા ભાગના નાં મોટાં હિંદુ મંદિરો તૂટયાં. અમુક નો કથિત વિવાદ હજી ચાલુ છે.અમુક સુખદ અપવાદો ને બાદ કરતાં કોઈ રાજા આગળ આવ્યા નહોતા. સોમનાથ મંદિર બચાવવા વંદનિય મહા પુરુષ,મર્દ માંટી હમીરજી ગોહિલ આગળ આવ્યા હતા. ત્યારે આસપાસ નાં રાજાઓ ક્યાં ગયા હતા? ત્યારે ગુજરાત માં અનેક રાજાઓ નો દબદબો હતો. પણ કોઈ આગળ નહોતું આવ્યું. આજે હમીરજી ગોહિલની ચેતનાને સૌ પ્રથમ ધ્વજા ચડાવાય છે ત્યારબાદ સોમનાથ મંદિર પર ધ્વજા ચડે છે. આ ક્દાચ ભારત ભર માં એક માત્ર આવું સ્થળ પર.
અનેક રાજાઓ ને અન્ય રીતે મિત્ર બનાવી લેવાતા. કોઈ અંગ્રેજ સ્ત્રી નાં લગ્ન રાજા સાથે કરી દેવા માં આવતાં. આ પણ કૂટનીતિ નો એક ભાગ હતો એમ કહી શકાય.
મોટા ભાગના રાજાઓ લગાન ભરતા અથવા અંગ્રેજો ને આધિન હતા. જે કોઈ રાજા
આગળ આવતા એમને અન્ય રીતે પરેશાન કરવા માં આવતા. આસપાસ ના રાજાઓ દ્વારા સતાવવા માં આવતા.
અંગ્રેજો ને ભારત માં થી ખદેડ્યા. પણ અંગ્રેજો અતિ શાતિર હતા.હવે લૂંટવા નું કંઈ બચ્યું નહોતું. કોહિનુર હીરો પણ ચોરી લીધો. આથી આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. ગાંધી, જે સાઉથ આફ્રિકા માં વીસ વર્ષ રંગ ભેદ જેવી નીતિઓ સામે કેસો લડતા રહ્યા હતા. રંગભેદ નીતિ એટલે સરળ ભાષા માં કહીએ તો ભારતીયો માટે અલગ કાનુન. પણ કોઈ દેશો નાં કાનુન જે તે દેશ નક્કી કરશે. દા. ત. રોહિંગ્યાઓ પ્રત્યે ભારત સરકાર નક્કી કરશે કે એમને ક્યા ક્યા અને શું શું હકક આપવા. આ કાનુન બાબતે અન્ય કોઈ દેશ ભારત ને સલાહ ન આપી શકે. સ્થાનિકો
એમાં કોઈ આવેદન પત્ર આપી શકે, પણ અંતિમ ફેંસલો તો સરકાર જ કરશે. આવું જ સાઉથ આફ્રિકા માં હતું. રાશનકાર્ડ નાં નિયમો અને સેકન્ડ સિટીઝન જેવા કાનૂન હતા. આ કાનુન બનાવવા નો તે દેશ ને હકક હતો.ગાંધીજી ની ભારત માં વકીલાત ચાલી નહોતી. એમનાં શબ્દો માં કહું તો કોર્ટ રૂમ માં ઉભા થતાં જ ટાંટિયા ધ્રુજતા, અન્ય કોઈ વિકલ્પ નજરે નહીં ચડ્યો હોય એટલે હાજી કાસમ તારી વીજળી… વાળા કાસમ પરિવાર દ્વારા વિદેશ ગયા. હવે ,વકીલ છે એટલે લોક સંપર્ક તો કેળવવો પડે. એટલે લોકો સાથે સંપર્ક વધાર્યો. એમાં નાના મોટા કેસ લડતા. માનવતા ની વાતો કરતા. પણ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ભારત માં અંગ્રેજોનું ક્રૂર શાસન ચરમસીમા પર હતું ત્યારે ગાંધી સાઉથ આફ્રિકા માં રંગભેદ ની નીતિઓ સામે કેસો લડતા હતા..! માણસ પહેલા પોતાનું ઘર બચાવે કે પાડોશીઓ ની મદદ કરે.? ભારત માં અંગ્રેજો ખૂના મરકી કરતા હતા, એ નહોતું દેખાયું, પણ હજારો કી. મી. દુર નાં દેશ માં લોકોનાં રાશન કાર્ડ સંબધિત, રંગભેદ ની નીતિઓ સામે વિદ્રોહ હતો. સાઉથ આફ્રિકા ની એ સમય ની સરકાર ભારત માં અંગ્રેજી શાસન કરતાં સારી કહેવાય.બે દાયકા જેટલો લાંબો સમય ગાંધીને ભારતમાં અંગ્રેજો ની હેવાનિયત ન દેખાઈ? હજારો કિલોમીટર દૂર નાં પાડોશીઓ માટે દિલ ધકડકતું રહ્યું અને ભારતીયો ફાંસીને ફંદે, ગોળીએ વિંધાતા રહ્યા. માનવતા ને વંદન, પણ આ માનવતા સૌ પ્રથમ પોતાનાં વતન નાં લોકો માટે હોવી જોઈએ. ગાંધીજી નો એક કિસ્સો ઘણો ચર્ચિત છે. ટ્રેન માં ફસ્ટ ક્લાસ મુસાફરી કરતા હતા ત્યારે એક અંગ્રેજે ટ્રેન માં થી ઉતારી મૂક્યા. આથી એમને લાગી આવ્યું. મનોમન નક્કી કર્યું કે અંગ્રેજો ને ભારત માં થી ભગાડવા. પોતાનું વ્યક્તિગત અપમાન દેખાયું, પણ જ્યાં નાને થી મોટા થયા, ત્યાં પણ અંગ્રેજો નું જ શાસન હતું. આસપાસ અનેક ક્રૂર ઘટનાઓ બનતી રહી હોવી જોઈએ. પણ એ ન દેખાયું? અંગ્રેજો ની ક્રૂરતા છેક હજારો કિલોમીટર દૂર અન્ય દેશ માં દેખાઈ.!
મનોમન નક્કી કર્યું કે અંગ્રેજો ને દેશ માં થી ભગાડવા. તો આ કામ પર લાગી જવું જોઈતું હતું. વિદેશ માં બાવીસ વર્ષ સુધી વકીલાત કરવા માં વિતાવ્યા, ત્યાં સુધી પેલું ટ્રેન માં થી ફેંકી દીધા બાદ લીધેલું વચન – અંગ્રેજો ને હાંકી કાઢીશ, યાદ નહોતું આવ્યું?! જવાની અન્ય રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધી હતી. આધેડ વયના થયા બાદ ભારત માં એન્ટ્રી થઈ હતી. જવાની માં ભારત માં અંગ્રેજો નો જુલ્મ દેખાયો નહોતો. મોહનદાસ ગાંધી ને એઝ હીરો સાબિત કરવા ની કવાયત અંગ્રેજો દ્વારા જ કરવા માં આવી હતી એનાં એક નહીં અનેક દાખલા, તર્ક આપી શકાય.શું ગાંધી ને અંગ્રેજો ન ડામી શક્યા હોત? ગાંધી તો વિદેશ માં જનાધાર બનાવી રહ્યા હતા, તો ભારત માં અચાનક “મહાત્મા ” બની ને કેમ ઉભરી આવ્યા? ત્યાં એવી કોઈ દેશ ભક્તિ ની ચળવળ નહોતી ચલાવી. ત્યાં અંગ્રેજો ભારત છોડો આંદોલન નહોતું ચલાવ્યું. ત્યાં સવિનય કાનૂનભંગ ભારત માટે તોડવા માં નહોતો આવ્યો.ત્યાં અહિંસક આંદોલન નહોતું ચલાવ્યું. ત્યાં ભારત ની આઝાદી ની વાત નહોતી કરવા માં આવી. એક વકીલ ને શોભે એવું કામ કર્યું હતું. સાથે માનવતા વાદી અભિગમ અપનાવ્યો હતો. જે એ જમાના માં હર વકીલ કરતા.( આજે પણ મોટા ભાગના વકીલો હકક ની જ વાતો કરે છે. માનવતા ની જ વાતો કરે છે. એ એમનું કર્મ છે, એમનો ધર્મ છે.) એ સમયે ભારત માં પણ વકીલો હતા જ , અને તેઓ તો ભારત ની આઝાદી માટે લડત પણ આપતા હતા. અન્ય અનેક ક્રાંતિવીરો વિદેશ ગયા છે. પણ વિદેશની ધરતી પર થી પણ ભારત ની આઝાદી માટે ઝઝૂમ્યા છે. જ્યારે ગાંધી રંગભેદ ની નીતિઓ સામે લડતા હતા. થોડોક દેશ પ્રેમ પણ જતાવ્યો હશે. પણ ભારત માં ગાંધી આટલા લોકપ્રિય કેમ થઈ ગયા? મોટા ભાગના અંગ્રેજી અખબારો ગાંધી ની વાહવાહી કરતા હતા. આવું કેમ? અચાનક મિસ્ટર ગાંધી ભારત માં મહાત્મા બની ને પધારે છે. ભારતીયો નું ટોળું,અંગ્રેજો, બધા જ ગાંધીજી ની આસપાસ ગોઠવાઈ જાય છે. પડ્યો બોલ ઝીલાવા લાગે છે અને સ્ક્રિપ્ટ પર પટકથા તૈયાર થવા લાગે છે…!!
મોહનદાસ કરમચંદ ઉતમચંદ ગાંધી નો જન્મ પોરબંદર માં ૨ ઓકટોબર,૧૮૬૯ માં થયો હતો. માતા નું નામ પૂતળીબાઈ. ગાંધી અટક વાણિયાપદું સૂચવે છે. કરિયાણા નાં વેપારી ને આજે પણ ગાંધી કહેવાય છે. મોહનદાસ ના પૂર્વજો ગાંધીપદું કરતા, પણ પિતાજી કબા ગાંધી પોરબંદર, રાજકોટ , વાંકાનેર ના દીવાન રહ્યા. ગાંધી એ ગરીબી નહોતી જોઈ. પોરબંદર , રાજકોટ માં અભ્યાસ કર્યો.ભણવા માં એવરેજ વિદ્યાર્થી તરીકે જેમ તેમ મેટ્રિક પાસ કરી.૧૮૮૭ માં યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંકળાયેલ શામળાદાસ કૉલેજ માં દાખલ થયા. એમનાં સગાં ગુજરાત માં મોટા પદ પર નોકરી કરતા હતા. બેરિસ્ટર બનાવવા ની પરિવાર ની ઈચ્છા ને માન આપ્યા વગર છૂટકો નહોતો. દરમિયાન,૧૩ વર્ષ ની ઉંમરે લગ્ન થયાં. કસ્તુર બા એમનાં થી મોટાં હતાં. પતિ તરીકે શરૂઆત ના વર્ષો માં ગાંધી સાવ નિષ્ફળ ગયા છે. પત્ની ને વારેવારે મારવી એ સામાન્ય બાબત બની ગઈ હતી.ગાંધી ને “મહાત્મા ” બનાવવા માં કસ્તુરબા નો ફાળો જેવો તેવો નહોતો. સ્વભાવે શાંત અને ઘરરખ્ખુ ગૃહિણી હતાં એથી ગાંધી ને મોકળું મેદાન મળ્યું. આ સ્ત્રી એ ક્યારેય પોતાના માટે કંઈ નથી ઇછ્યું. એમનો જન્મ ૧૧ એપ્રિલ,૧૮૬૯ નાં રોજ પોરબંદર ના ગોકુળદાસ કાપડિયા- વ્રજકુમારી ને ઘેર થયો. નાની ઉંમરે લગ્ન થયેલાં. એમનું મૃત્યુ દક્ષિણ આફ્રિકા થી પરત આવ્યા બાદ ગાંધીજી ની સાથે ૯ ઓગસ્ટ,૧૯૪૨ નાં ૭૩ વર્ષ ની જૈફ વયે આંદોલન માં જોડાયા ત્યારે એમની ધરપકડ કરવામાં આવી. પુણે સ્થિત આગાખાન જેલ માં બંદી બનાવવામાં આવ્યાં. ત્યાર થી તબિયત લથડી. આખરે ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ નાં રોજ ૭૫ વર્ષ ની વયે અવસાન થયું અને ૬૨ વર્ષ નો ઘરવાસ તુટી ગયો…
કસ્તુરબા નિરક્ષર હતાં. બાદ માં ગાંધીજી એ એમને લખતાં -વાચતાં શીખવ્યું. ચાર પુત્રો હતા, સૌથી મોટો પુત્ર હરિલાલ ( સવંત ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ ( ૧૮૯૨), રામદાસ ( ૧૯૯૭) , દેવદાસ ( ૧૯૦૦). પુત્રો પર હમેશાં કડક વર્તન કરતા પિતા પ્રત્યે ઘણી કડવાશ હતી, જે સમયાંતરે બહાર આવતી રહી હતી. હરિલાલ ને ખાસ અસંતોષ હતો. સારા પિતા બની ને બતાવ્યું નહીં અને રાષ્ટ્ર નાં પિતા થવા નીકળ્યા હતા. આવું અપ્રત્યક્ષ રીતે કહેતા રહ્યા. બાદ માં હરિલાલે ઇસ્લામ અંગિકાર કર્યો ત્યારે કસ્તુરબા ખુબ ચિંતા માં પડી ગયાં હતાં. પણ ગાંધી એ બેફિકરાઈ થી કહ્યું હતું – એ એનો ( હરિલાલ નો) અંગત નિર્ણય છે. એમાં હું શું કરી શકું? આવા જવાબ થી કસ્તુરબા વધુ વિચલિત થઇ ગયાં હતાં. ગાંધી વિથ ગોડસે ની લડાઈ માં ગાંધી વિથ ગાંધી ના મતભેદો નજર અંદાજ થયા. બાપ – દીકરા વચ્ચે નો ખટરાગ એ જમાના ના હિસાબે ઘણો મોટો અને રોષ ભર્યો હતો. હરિલાલ ગાંધી એ ઇસ્લામ અંગિકાર કર્યો ત્યારે ગાંધી નું મૌન અકળાવનારું હતું. મોટો દીકરો અન્ય ધર્મ અપનાવે તેને પાછો વાળવો એટલે ઇસ્લામ નું અપમાન કેવી રીતે થયું?! હરિલાલ ગાંધી જીવન ભર ઉપેક્ષા ભર્યું જીવન જીવ્યા. પત્ની નું મૃત્યુ થયું ત્યારે વિધવા સાળી સાથે લગ્ન કરવા વિચાર્યું. સાળી પણ તૈયાર હતી. બસ, પિતા ગાંધી ની હા બાકી હતી. ત્યારે ગાંધીજી બાળ વિધવા નાં પુનઃ લગ્ન નાં ભાષણો થી તાળીઓ ભેગી કરતા હતા. પણ ઘર માં, દીકરા નાં પુનઃ લગ્ન બાબતે મૌન બની ગયા. હરિલાલ ને આ બાબત ને લઈ ને ઘેરો અસંતોષ હતો. સંસાર સુખ માણવું હતું. પણ પિતા મૌન ધારણ કરી ને બેસી ગયા હતા.ઇસ્લામ અંગિકાર કરી લીધો. એમાં હરિલાલ નો દ્વેષ જ હતો. પિતા ને જરા પણ ધાર્મિક અવસ્થા માં જોયા નહોતા. ન પુજા – અર્ચના, ન મંદિરો માં જવું, ન ભક્તિ ભાવ, ન કોઈ સનાતન ના પાઠ કરવા.. ધર્મ ની દ્રષ્ટિ એ જોઈએ તો ગાંધી અ-ધાર્મિક હતા. પુજા પાઠ કરવા થી અન્ય સમુદાય કેવી રીતે નારાજ થઈ જાય? અને નારાજ થઈ જાય તો છો થઈ જતા. પણ પોતાનો ધર્મ તો જાળવી જ રાખવો જોઈતો હતો. પણ ગાંધી સેક્યુલર દેવતા બની ગયા હતા. હરિલાલ ગાંધી ઇસ્લામ માં જ રહ્યા હોત તો આજે ગાંધી નાં મુસ્લિમ વંશજો પણ હોત. આર્ય સમાજ ની મધ્યસ્થી અને કસ્તુર બા ની તીવ્ર ઈચ્છા શક્તિ થી હરિલાલ પાછા હિંદુ બન્યા.ગાંધી આશ્રમો માં આજે પણ કોઈ દેવી- દેવતાઓ ને સ્થાન નથી. અહીં માત્ર ગાંધી જ ગાંધી છે. સેક્યુલર દેવતા..! પણ સેક્યુલર દેવતા ને માત્ર હિંદુઓ જ માને છે. મુસ્લિમ વસાહતો માં ક્યાંય ગાંધી નો ફોટો, પૂતળું કે નામ સુદ્ધાં નથી. અરે મુસ્લિમ કોલોનીઓ નાં નામ પણ મુસ્લિમ સમાજ ને શોભે એવાં હોય છે. કોઈ મુસ્લિમ વિસ્તાર નું નામ તમે ગાંધી નગર કે ગાંધી વિસ્તાર સાંભળ્યું?
સૌ સૌ ની મુનસફી ની વાત છે. ગાંધી સેક્યુલર દેવતા સ્થાપિત થઈ ગયા છે.!

*અવતરણ*
*પુત્ર ધર્મ છોડી ને અન્ય ધર્મ અપનાવી રહ્યો હતો અને બાપ રાષ્ટ્રપિતા બનવા માં અતિ વ્યસ્ત હતા. એવું તે કયું પરિબળ હતું, કે દીકરા ને વારતાં પણ રોકતું હતું. આગળ કહ્યું એમ, સવાલો હમેશાં જીવતા રહે છે. જીવતા રહેશે.*