તા.28મી મેએ અમદાવાદ, ગુજરાતમાં હીરામણી વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલ “તુ રંગાઈ જાને રંગમાં” શીર્ષક હેઠળ, કલર્સ ઓફ બોલિવૂડ મ્યુઝિકલ કલબના ચેરમેન ડોક્ટર મનીષભાઈ શાહ અને સહયોગી ગાયકો, કિન્નરીબેન દરજી, રિયાઝભાઈ દેસાઈ, વિશાલભાઈ શાહ અને કિશોરભાઈ દ્વારા કૃષ્ણ ઉત્સવ અને બોલિવૂડ ના સ્વર્ણિમ ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ શાખા Divine Colours foundation(NGO), જે છેલ્લા 10 વર્ષ થી મેડિકલ અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપી કાર્યરત છે, તેના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૫૦થી વધુ મ્યુઝિકલ શો તેમજ સામાજિક ઉત્કર્ષ માટે ના કાર્યક્રમ આપી ચૂકી છે. સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રદ્ધાબેન પંડ્યા અને ધારાબેન પુરોહિત દ્વારા અને ગીત સંયોજન દેવાંશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી આપતા સંસ્થા ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી ઝરણાબેન મહેતા એ જણાવ્યું કે શ્રી ભગવતભાઈ અમીન દ્વારા સંચાલિત, અને 130 જેટલાં વડીલો ધરાવતા હીરામણી વૃદ્ધાશ્રમમાં શ્રીમતી દીપ્તિ બેનના સહયોગથી “કલર્સ ઓફ બોલિવૂડ મ્યુઝિકલ ક્લબ” ના ચેરમેન શ્રી મનીષભાઈ એ સતત ત્રીજી વખત આ ઉત્કૃષ્ટ સેવા યજ્ઞને પરિપૂર્ણ કર્યો હતો જેમાં તેમને દરેક વડીલો ના ખૂબ આશીર્વાદ સાપડ્યા હતા. સંસ્થા દ્વારા બધા વડીલો ને સ્વાસ્થય વર્ધક આવશ્યક દવાઓ ની કીટ તેમજ ભેટ પણ આપવામાં આવી હતી. અને સર્વે એ આ આયોજન ને મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમ ની શોભા શ્રીમતી આલોકા બેન (પ્રેસિડેન્ટ – અંધજન મંડળ), શ્રીમતી નિર્મલાબેન (પ્રેસિડેન્ટ – liions ક્લબ) તેમજ શ્રી કમલેશભાઈ વિદનાની જી (સુપ્રસિદ્ધ ટેરોટ કાર્ડ રીડર) એ પોતાની ગરિમાપૂર્ણ હાજરીથી વધારી હતી. કાર્યક્રમ નું સંપૂર્ણ પ્રસારણ “હેલો ભારત” ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું.
