ડો. સુધીર શાહને રોયલ કોલેજ ઑફ ફિઝિશિયન દ્વારા ફેલોશિપ એવોર્ડ….

૫૦૫ વર્ષ જુની નામાંકિત સંસ્થાએ વિશ્વના શ્રેષ્ઠ
તબીબોને સન્માનિત કર્યા.
ઇંગ્લેન્ડના કિંગ હેનરી આઠમાં દ્વારા ઈ.સ. ૧૫૧૮માં સ્થાપવામાં આવેલી લબ્ધ પ્રતિષ્ઠિત રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન-લંડન સંસ્થા દ્વારા મેડિકલ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે ગુજરાતના જાણીતા ન્યૂરોલોજીસ્ટ ડોક્ટર પ્રોફેસર સુધીર વી. શાહને ફેલોશિપ એર્ડોર્ડ (એફઆરસીપી લંડન)થી સન્માનિત કરવામાં આવ્યા.
તબીબી જગતનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમને પ્રેસિડેન્ટ ડો. સારા ક્લાર્કના હસ્તે આપવામાં આવ્યો હતો. વિશ્વમાંથી અન્ય ૧૦૫ જેટલા મેડિકલ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોને આ સમારંભમાં ફેલોશિપથી નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તબીબી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારાને રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન-લંડન દ્વારા ફેલોશિપથી સન્માનિત કરવામાં આવે છે. ગુજરાતમાંથી જૂજ તબીબોને સન્માન પ્રાપ્ત થયું છે અને જેમાં હવે ડો. સુધીર શાહનો સમાવેશ થાય છે. ડો. સુધીર શાહ અગાઉ પદ્મ શ્રી, ડો. બી.સી.રોય એવોર્ડ,FANN તથા FIAN એવોર્ડથી પણ સન્માનિત થયા છે.