ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્પોર્ટ્સના અધ્યાપકો માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે વક્તવ્ય આપતા કહ્યું હતુ કે હાલના સમયમાં યુવાનો રમતગમત પ્રત્યે સજાગ થયા છે. શરીર સૌષ્ટવ તથા તંદુરસ્તી ટકાવી રાખવા શારીરીક શ્રમ સાથે સ્પોર્ટ્સ એકમાત્ર ઉપાય છે. શારીરીક શિક્ષણના અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને પૂરતી તક આપીને સ્પોર્ટ્સમાં ભાગ લેતા કરવા જોઈએ . રમે ગુજરાત તથા ખેલે ગુજરાતમાં પણ કોલેજ દ્વારા વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને મોકલવા જોઈએ. એચ.એ.કોલેજ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સના યજમાન તરીકે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ રમતોનું આયોજન કરેલ હતુ. આ નિમિત્તે જીએલએસ મેનેજમેન્ટ તરફથી દરેક સ્પોર્ટ્સના અધ્યાપકને ટોકન ઓફ લવ તરીકે ગીફ્ટ એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સની લોકલ સમિતિના સેક્રેટરી ડો.ડી.બી. દેસાઈએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ. આ વર્કશોપનું આયોજન પ્રા વસાવાએ કર્યુ હતુ. સમારંભના અંતે પ્રા.મહેશ સોનારાએ આભારવિધિ કરી હતી.