કાશ્મીરમાં હિન્દુઓની હત્યાઓમાં ચિંતાજનક વધારો વચ્ચે, સરકારે શ્રીનગરમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલીનો આદેશ આપ્યો. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કાશ્મીરી પંડિત સમુદાય અને સ્થળાંતર કામદારોને નિશાન બનાવીને થયેલા હુમલાને પગલે ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.આ બેઠક બાદ કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલીનો આદેશ આવ્યો છે.
