દેશમાં કોરોના અને મંકીપોક્સના ખતરા વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેરળમાં બે બાળકોમાં નોરો વાયરસની પુષ્ટિ થઈ છે. બે કેસ નોંધાતા પ્રશાસને ઝડપી કાર્યવાહી કરતા સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ અંગે કેરળના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ચિંતાની કોઈ વાત નથી. ઉલ્લેખનીય છે કે, આ વાયરસ પશુઓ દ્વારા માણસમાં ફેલાય છે.
