રોડરેજ કેસમાં પટિયાલાની સેન્ટ્રલ જેલમાં બંધ કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને મેડિકલ તપાસ માટે PGI ચંદીગઢ લાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુની તબિયત અચાનક લથડી હતા,જેના કારણે તેમને PG/ચંદીગઢ લાવવામાં આવ્યા છે. નવજોત સિંહ સિદ્ધુને પોલીસ સુરક્ષા વચ્ચે PG/ચંદીગઢ લાવવામાં આવ્યા ત્યારે,પંજાબ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને તેમના પરિવારના કેટલાક સભ્યો હાજર હતા.
