કાપડ કળામાં ઉમદા સંવેદનશીલતા ઉમેરતા સંગીતા ખાલસા કહે છે, મારી કલાયાત્રા
90ના દાયકાની શરૂઆતમાં અમદાવાદની શેઠ CN ફાઇન આર્ટસ કોલેજ માંથી સ્નાતક થયા પછી, સંગીતા ખાલસાએ બિઝનેસમાં ઝંપલાવ્યું, અને એવી સંસ્થા સ્થાપી કે જે ગ્રાહકો માટે સોફ્ટ ફર્નિશિંગ ડિઝાઇન કરે છે જેમાં શહેરની 5-સ્ટાર હોટેલનો સમાવેશ થાય છે. પછી કોવિડ રોગચાળા દરમિયાન જ્યારે વ્યવસાય થંભી ગયો , કંઈક નવું અને કલાત્મક કરવાનો સમય મળ્યો ગયો ત્યારે શ્રીમતી ખાલસાએ કાપડની આર્ટવર્કની શ્રેણી બનાવવા નું નક્કી કર્યું.
જેનું પરિણામ થ્રેડેડ ક્રોનિકલ્સમાં જોવા મળ્યું છે. આ પ્રદર્શન બુધવારે Hutheesing સેન્ટર ખાતે ખુલ્યું મૂકવામાં આવ્યું. ઉદઘાટનમાં મુખ્ય મહેમાન CN fine Arts કોલેજના પ્રોફેસર ડૉ. સુરેશ શેઠ હતા, જેમણે સંગીતા ખાલસાને કલા જગતમાં પાછા ફરવાના માર્ગદર્શન આપ્યું હતું. જેથી થોડા પ્રયત્નોમાં હું ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને ટેક્સટાઇલ પેઇન્ટિંગ બનાવવામાં આગળ વધી .
87 વર્ષીય ડૉ. શેઠ સંગીતાના કામથી ખુશ દેખાતા હતા. “સંગીતાએ તેના કામમાં વિવિધ વિષયો પસંદ કર્યા છે. કેટલીક થીમ ફેક્ટરીઓના આંતરિક ભાગની છે,” ડોક્ટર શેઠ કહે છે. ખરેખર, સંગીતાની મોટાભાગની કૃતિઓ શહેરથી પ્રેરિત છે. બેઝ ફેબ્રિક તરીકે ,”અચડિયા” (ડ્રોપક્લોથ કે જે પ્રિન્ટરો તેમના ટેબલ પર પ્રિન્ટીંગ પ્રક્રિયા શરૂ કરતા પહેલા મૂકે છે) એવા કપડાનો ઉપયોગ કરીને, તેમાં ઇમારતો, દરવાજા, પુલ, ફેક્ટરીઓ બનાવવા માટે કાપડનું ઓવરલેપીગ અને (થ્રેડોનો) દોરા અને ધાગા ઉપયોગ કર્યો છે. એક ચિત્ર વિશે વાત કરતા સંગીતાબેન કહે છે જર્મનીના મ્યુનિક નજીકના એક નાનકડા શહેરમાં જ્યાં તેનો પુત્ર રહે છે ત્યાંની તેની મુલાકાતમાંથી માસ્ક અને એક કાંથા-વર્ક નો ઉપયોગ દર્શાવતી એક રસપ્રદ શ્રેણી પણ અહીંયા છ
છે. સૌથી આકર્ષક કૃતિઓ તેના અમૂર્ત છે, જેમાં ઈન્ડિગો અને શ્યામ રંગછટા છે. પછી કેટલાક નયનરમ્ય પેચવર્ક રજાઈના ટુકડાઓ ઉપયોગ છે. પ્રદર્શનના એક ખૂણામાં એક વિસ્તૃત ઇન્સ્ટોલેશન પીસ છે આમાંના કેટલાક ટુકડાઓ તેમના માલિકો પાસેથી પ્રદર્શન માટે ઉધાર લેવામાં આવ્યા છે, જેમણે તેમને સીધા સંગીતા ખાલસાના સ્ટુડિયોમાંથી ખરીદ્યા હતા.સંગીતા ખાલસા ચોક્કસપણે તેમના કામમાં સારી સંવેદનશીલતા લાવે છે, જે તેમણે ગ્રાહકો સાથે કામ કરી વર્ષોથી નામના મેળવી છે. ‘મેં અગાઉ પણ ઓર્ડર પર કામ કર્યું છે પરંતુ મારી એકલીનું આ પ્રથમ પ્રદર્શન છે. સોલો એક્ઝિબિશન માટે પૂરતા પ્રમાણમાં કળાકૃતિઓ તૈયાર કરવી એ મારા માટે એક પડકાર હતો,” જે ખૂબ રસપ્રદ રહ્યો છે.આશા છે કે આપ સૌ ને મારા કામનું આ પ્રદર્શન ઞમશે.