
વર્ષ 21-22 દરમ્યાન જોધપુરહિલ કલબે રેકોર્ડ બ્રેક સેવાઓ કરી..પ્રેસિડેન્ટ દિપક શાહે તેનું સંપુર્ણ શ્રેય ક્લબના સભ્યો અને પાસ્ટ પ્રમુખશ્રીઓને આપ્યું.ૠણ સ્વીકાર અન્વએ સભ્યોને એવોર્ડથી સન્માનવામાં આવ્યા.જેમાં, પાલીતાણાનાં યુવા રાજેશ બારૈયા (આર્ટીસ્ટ) જે અમદાવાદ શેઠ સી.એન.ફાઇન આર્ટસ કૉલેજમાં પ્રાધ્યપક છે… સાથે સાથે lions club જોધપુર હિલમાં પીસ પોસ્ટર ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓને ચાલુ વર્ષે ક્લબ દ્વારા અને multiple માંથી એમ બે એવોર્ડ્સ થી સન્માનિત કરવામાં આવ્યાં છે. પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર મિલનભાઈ દલાલ મુખ્ય મહેમાન તરીકે અને ડીસ્ટ્રીક્ટ ગવર્નર બાલમુકુંદભાઈ શાહ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.લાયન્સ હેડક્વાર્ટર માંથી પણ કેબીનેટ સેક્રેટરી રશ્મિબેન વરીયા અને ડાયરેક્ટર-HQ ઓપરેશન જ્યોત્સનાબેન જયસ્વાલ સહ ઘણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ આનંદ,ઉલ્લાસ અને મંગલમય રીતે પુર્ણ થયેલ હતો.વર્ષની મીઠી યાદોના સંભારણા રુપે પ્રેસિડેન્ટ દીપક શાહ તરફથી દરેકને સુંદર સોવીનીયર ભેટ આપવામાં આવેલ.