સ્વાશ્રયી મહિલા સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં ક્રાંતિ જગાડનાર વૈશ્વિક નારી પદ્મભૂષણ ઇલાબહેન ભટ્ટ ‘સેવા’ સંસ્થાના સ્થાપક હતાં. તેઓ આપણી વચ્ચે રહ્યા નથી. 2017માં પ્રકાશિત થયેલ મારા ‘ગાંધીજી અમદાવાદને આંગણે’ પુસ્તકને ‘આવકારદાયક પ્રયોગ’ ઉલ્લેખીને ઇલાબહેને આમુખ લખી આપ્યું હતું. સાથે સાથે ગૂજરાત વિદ્યાપીઠના સહકારથી મેં નિર્માણ કરેલ ‘સાબરમતી કે સંત’ – દસ્તાવેજી ફિલ્મમાં તેઓ પણ મદદગાર રહ્યાં હતાં. તેઓ સાબરમતી આશ્રમ સંગ્રહાલયના પ્રમુખ હતાં. એમને ઘણી બધી વાર મળવાનું થયું હતું.તેઓ મારા પ્રેરણામૂર્તિ હતાં. પ્રભુ,એમના આત્માને શાંતિ બક્ષે!
