મતદાન પરમો ધર્મ:

‘નૉટા’ બટન ક્લિક કરતાં નહીં…!!
વૈચારિક નપુંસક થતાં નહીં.
લોકશાહીનાં હિંસક થતાં નહીં.
ઓછો ખરાબ હોય તેને તો ચૂંટજો,
‘નોટા’ બટન ક્લીક કરતાં નહીં.
5 વર્ષે એક જ દિન હોય છે આપણો,
મતદાન કરજો,વીક થતાં નહીં.
અત્યારે જ તક છે શાસન પતિ ચૂંટવાની,
પછી ફરિયાદની રીત કરતાં નહીં.
ભય,ભોજન,ભેટ,ભ્રમમાં વોટ ના વેંચતા;
જ્ઞાતિ,ધર્મ,પક્ષની જીદ કરતાં નહીં.
ખુલ્લેઆમ મતદાન કરજો ને કરાવજો;
ઘરમાં સંતાઈને જાતને ચીટ કરતાં નહીં.
છે મતદાન હક્ક અને ફરજ આપણી,
ધર્મપાલનમાં બેકફુટ કરતાં નહીં.
– મિત્તલ ખેતાણી (મો. 9824221999)