ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈતિહાસ રચ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર 2.5 કરોડ ફોલોઅર્સ સાથે હાર્દિક વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. ફોલોઅર્સની બાબતમાં હાર્દિક પંડ્યાએ રાફેલ નડાલ, રોજર ફેડરર, મેક્સ વર્ટાપેન અને એર્લિંગ હેલેન્ડ જેવા વૈશ્વિક સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. આ સિદ્ધિ પર હાર્દિકે ચાહકોનો આભાર માન્યો અને લખ્યું, ‘હું મારા તમામ ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું’.