દેશમાં એક તરફ H3N2 એન્ફ્લુએન્ઝાના કેસ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રવિવારે 113 દિવસ બાદ એક જ દિવસમાં કોરોનાના 524 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 18 નવેમ્બર 2022એ 500 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 3618 થઈ ગઈ છે. કેરળમાં એક કોરોના દર્દીનું મોત થયું છે.
