અમદાવાદની પ્રતિષ્ઠીત એચ.એ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ તથા પાટણના વતની સંજય મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિયની અખીલ ભારતીય ગ્રાહક પંચાયતની સુવર્ણ જયંતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદગી થઇ છે. તાજેતરમાં અમદાવાદના ડો.હેડગેવાર ભવન ખાતે મળેલ વાર્ષિક સભામાં સંયુક્ત રીતે પ્રિ.બ્રહ્મક્ષત્રિયની પસંદગી થઇ હતી. અત્રે વિદિત છે કે પાટણના ઇતિહાસકાર સ્વ પ્રા.મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિયના સુપુત્ર ડો. સંજય બ્રહ્મક્ષત્રિય હાલમાં ઓલ ઈન્ડીયા કોલેજ પ્રિન્સીપલ્સ એશોશીએશનના અધ્યક્ષ તરીકે પણ સક્રીય રીતે ફરજ બજાવે છે. અમદાવાદની રોટરી ક્લબના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. પ્રિ.સંજય બ્રહ્મક્ષત્રિય પોતાની શૈક્ષણીક તથા સામાજીક પ્રવૃત્તિઓને કારણે અમદાવાદના શ્રેષ્ઠ પ્રિન્સીપાલ તરીકે પણ પસંદગી પામ્યા હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રિ.સંજય બ્રહ્મક્ષત્રિયે પોતાના વતન પાટણને ગૌરવશાળી બનાવ્યું છે તે બદલ હ્રદયપૂર્વક અભિનંદન