આ વર્ષે આઠમની તિથિ 21 ઓક્ટોબરે રાત્રે 09.53 કલાકે શરૂ થશે અને 22 ઓક્ટોબરે સાંજે 07.58 કલાક સુધી ચાલશે. ઉદયા તિથિ માન્ય હોવાથી આઠમની તિથિ 22 ઓક્ટોબર રવિવારના રોજ ઉજવાશે. જ્યારે નવમીની તિથિ 22 ઓક્ટોબરે સાંજે 07:58 કલાકે શરૂ થશે અને 23 ઓક્ટોબરે સાંજે 05:44 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિ માન્ય હોવાથી નવમીની તિથિ 23 ઓક્ટોબર સોમવારના રોજ ઉજવવામાં આવશે.